લાંબી ઊંઘ ન લેનારાઓ ચેતી જજો! બની શકો છો અલ્ઝાઇમર્સના શિકાર

By : vishal 06:50 PM, 11 January 2019 | Updated : 06:50 PM, 11 January 2019
ઘણા લોકો પૂરતી ઊંઘ નથી લેતા કે નથી લઇ શકતા, ઓફિસ કે પોતાના બિઝનેસમાં વ્યક્તિ એટલો વ્યસ્ત થઇ જાય છે કે, પોતાના માટે પણ સમય કાઢી શકતો નથી. ઊંઘ લઇને થયેલા તાજેતરના એક રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

રિસર્ચમાં ખુલાસો થયો છે કે, જે લોકો લાંબી ઊંઘ નથી લઇ શકતા તેમના શરીરમાં પ્રોટીનનો જથ્થો વધારે પ્રમાણમાં મળી આવે છે, જે તેમની ઓળખવાની ક્ષમતા ઘટાડે છે. જેથી એ ખ્યાલ આવે છે કે, વ્યક્તિ અલ્ઝાઇમર્સ જેવી ખતરનાક બિમારીનો શિકાર થઇ રહ્યો છે. 

સંશોધકોએ કહ્યું કે, જે વ્યક્તિ લાંબી ઊંઘ લે છે તેમની યાદ શક્તિ મજબૂત બને છે અને સવારે ઊઠ્યા પછી તે તાજગી અનુભવે છે. વધારે ઊંઘતા વ્યક્તિનું એનર્જી લેવલ બીજા કરતાં વધારે પ્રમાણમાં હોય છે. આજના આધુનિક સમયમાં લોકો રાત્રો પોતાનો ઊંઘવાનો સમય મોબાઇલ કે, TVને આપે છે, પરંતુ તેઓ નથી જાણતા કે, આવનાર સમય તેમના માટે ખતરનાક સાબિત થઇ શકે છે. જેથી કોઇપણ વ્યક્તિએ ઓછામાં ઓછું આઠ કલાક ઊંઘવું જોઇએ. 

વિજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં તે વાતનો ખુલાસો થયો કે, આ રોગ મોટાભાગે આનુવંશિક હોય છે. જે આપણા મગજના કોષોને નુકસાન પહોંચાડે છે. જેના લક્ષણો નીચે પ્રમાણે છે.

- તમારી જાતે મુકેલી વસ્તુઓ ભૂલી જવું.
- ખુદથી વાતો કરવી.
- પોતાના ઘરમાં જ ખોવાઇ જવું.
- કોઇએ આપેલું કામ પૂર્ણ ન થયું હોય છતાં હા કહેવી.


આ ઉપરાંત કોઇ જોડે વાતચીત કરતી વેળાએ તેને એકી નજરે જોવું. ઓ આવા લક્ષણો તમને તમારા અંદર કે, તમારા ફેમેલી મેમ્બરમાં જોવા મળે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો અને જરૂરિયાત મુજબ દવા લેવી. Recent Story

Popular Story