બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:07 PM, 18 February 2025
હાઈ બ્લડ સુગર લેવલની જેમ, શરીરમાં બ્લડ સુગર ઓછું થવું પણ જોખમી છે. લો બ્લડ શુગર લેવલને હાયપોગ્લાયકેમિઆ કહેવામાં આવે છે. શુગર લેવલ ઓછુ થાય તો દર્દી ઉભા-ઉભા પડી જાય છે.આવો જાણીએ શુગર લેવલ ઓછુ થવા પર દેખાતા લક્ષણો.
ADVERTISEMENT
વધુ વાંચો: ગુડ ન્યૂઝ ! આ તારીખે ઉપલબ્ધ થઈ જશે કેન્સરની વેક્સિન, મોદી સરકારનું એલાન
હોઠ સુન્ન પડી જવા
ADVERTISEMENT
ઘણીવાર લોકો હાઈ બ્લડ શુગર લેવલ વિશે વાત કરે છે, પરંતુ શું તમે જાણો છો કે લો બ્લડ શુગર હોય તો તમારા માટે ખૂબ જોખમી છે. જ્યારે ખાંડનું સ્તર ઓછું હોય છે, ત્યારે હોઠ થોડા સમય માટે સુન્ન થઈ જાય છે. આ સિવાય, ગાલમાં એક કળતર થાય છે. કેટલાક કિસ્સાઓમાં, જીભ પર ધ્રુજારી આવે છે
વધારે ભૂખ લાગવી
લો બ્લડ શુગર થાય તો ભુખ વધારે લાગે છે.જલ્દી-જલ્દી ભુખ લાગવા લાગે છે.અને ત્યારે ગળ્યુ ખાવાની ઇચ્છા થાય છે.જો તમને આ લક્ષણ દેખાય છે તો જલ્દીથી ડોક્ટર પાસે જાઓ.
આંગળીઓ દુખવી
હાઇ બ્લડ શુગર લેવલની જેમ જ લો બ્લડ શુગર લેવલ ખતરનાક હોય છે.બ્લડ શુગર લો થવા પર આંગળીઓમાં દુખાવો થાય છે.અને ધ્રુજારી આવે છે.અને ચાંમડી સુકી પડી જાય છે.
ફોકસ પર ધ્યાન ન રહેવુ
લો બ્લડ શુગર લેવલ થવા પર ફોકસ થઇ શકતુ નથી.ભારે માત્રામાં તણાવ થાય છે.કોઇ પણ વસ્તુને લઇને કન્ફ્યુઝન થાય છે.
ઉપાય
લો બ્લજ શુગરના લક્ષણ દેખાય તો જલ્દીથી ડોક્ટરની પાસે જવુ જોઇએ.કારણ કે આવી સ્થિતીમાં દર્દી બેહોંશ પણ થઇ શકે છે.અને એટેક પણ આવી શકે છે.વધારે બ્લડ શુગર લેવલ થવા પર માસણ કોમામાં પણ જઇ શકે છે.
બચવાનો ઉપાય
લો બ્લજ શુગર લેવલ થાય તો નેચરલ ગ્લુકોઝ જેમ કે દ્રાક્ષ,કેળા,સફરજન,અને કેરી ખવડાવી ડાયટમાં પ્રોટીન અને ફાયબરનો ઉમેરો કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.