દર વર્ષે દેશભરમાં ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવાય છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 22 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ દિવસે ચંદ્રમા ન જોવાનું કહેવાયું છે.
ગણેશ ચતુર્થીએ ન કરો આ કામ
22 ઓગસ્ટે ઉજવાશે ગણેશ ચતુર્થી
આ કારણે આ દિવસે ચંદ્રમા ન જોવાનું કહેવાયું છે
ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીને પોતાના ઘરે પધરાવવામાં આવે છે. અને 10 દિવસ તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ પછી 11 મા દિવસે વિધિ વિધાન સાથે તેમને વિસર્જિત કરાય છે. આ સાથે તે આવનારા વર્ષે જલ્દી આવે તેવી કામના પણ કરવામાં આવે છે. દરેક શુભ કામમાં ગણેશજીને પ્રથમ સ્થાન શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતા છે કે ગણેશજીનો જન્મ ભાદ્રપદ શુક્લ ચતુર્થીના દિવસે થયો હતો. આ કારણે આ દિવસે ગણેશ ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે.
જાણો ગણેશ ચતુર્થી સાથેની પૌરાણિક માન્યતા વિશે
પૌરાણિક માન્યતા છે કે ગણેશજીનો જન્મ ભાદ્રપદ શુક્લ ચતુર્થીના દિવસે થયો હતો. આ કારણે આ દિવસે ગણેશ ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન કરવાનું વર્જિત ગણાય છે. એટલે કે આ દિવસે ચંદ્રમાના દર્શન ન કરવા જોઈએ. આ માટેનું કારણ આપતી કેટલીક કથાઓ પ્રચલિત છે. એક કથા અનુસાર ગણેશજી એક વાર રાતે તેમના મૂશક પર સવાર થઈને રમી રહ્યા હતા. આ સમયે મૂષકરાજને અચાનક સાપ દેખાયો. તે ડરીને ઉછળી પડ્યા અને તેના કારણે તેની પીઠ પર સવાર ગણેશજી જમીન પર પડી ગયા. ત્યારબાદ ગણેશજી તરત ઉઠ્યા અને તેમને કોઈ દેખાયું નહીં. તે સમયે તેમને કોઈના હસવાનો અવાજ સંભળાયો, આ ચંદ્રદેવ હતા. ચંદ્રદેવે તરત જ ગણેશજીની મજાક ઉડાવી જેના કારણે ગણેશજી નારાજ થયા. ગણેશજીએ ચંદ્રદેવને કહ્યું મારી મદદ કરવાના હદલે તમે મારી વિવશતા પર હસી રહ્યા છો અને મારી મજાક ઉડાવી રહ્યા છો. હું તમને શ્રાપ આપું છું કે આજ પછી તમારી રોશની જતી રહેશે અને કોઈ તમને જોઈ શકશે નહીં.
આ પછી તમામ દેવ એકત્ર થયા અને ગણેશજીને સમજાવ્યા અને ચંદ્રદેવે પણ ગણેશજીની ક્ષમા માંગી, ગણેશજીએ ચંદ્રદેવની માફ તો કર્યા પણ કહ્યું કે હું મારો શ્રાપ પાછો નહીં લઈ શકું, મહિનામાં એક વાર એવું થશે જ્યારે તમારું અજવાળું ખોવાઈ જશે અને પછી ધીરે ધીરે રોજ તમારો આકાર મોટો થતો જશે.મહિનામાં એક જ વખત તમે તમારા પૂર્ણ રૂપમાં દેખાઈ શકશો.
આ છે ધાર્મિક માન્યતા
ઉપરના આ એક કારણે જ ચંદ્રનો પ્રભાવ ઘટતો અને વધતો રહે છે. આ દિવસ ચતુર્થીનો દિવસ છે. ગણેશજી કહે છે કે મારા વરદાનના કારણે તમે દેખાઈ શકશો પણ આ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દર્શન કરશે તો તેને અશુભ ફળ મળશે. આ જ કારણ છે કે લોકોએ યાદ રાખી લેવું કે ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન વર્જિત માનવામાં આવે છે.