બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / ગૂગલ પર અજાણતાં પણ સર્ચ ન કરતાં આ વસ્તુ, નહીંતર ગણવા પડશે જેલના સળિયા
Last Updated: 07:35 PM, 7 August 2024
Google Search: ગૂગલ સર્ચ દરમિયાન આપણે શું સર્ચ કરીએ છીએ અને શું નહીં તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. ગૂગલ સર્ચ પર તમારી નાનકડી બેદરકારી તમને જેલમાં મોકલી શકે છે.
ADVERTISEMENT
આધુનિકતાના આ યુગમાં લગભગ દરેક વસ્તુ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. Google એ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સર્ચ એન્જિન છે. ગૂગલ પર સર્ચ કરતી વખતે આપણે જાતે જ માહિતીની સત્યતા તપાસવી પડે છે. પરંતુ ગૂગલ સર્ચ દરમિયાન આપણે કઈ વસ્તુઓ સર્ચ કરીએ છીએ અને કઈ નહીં તે ધ્યાનમાં રાખવું આપણા માટે જરૂરી છે. ગૂગલ સર્ચ પર તમારી નાનકડી બેદરકારી તમને જેલમાં મોકલી શકે છે. આવો ચાલો જાણીએ કે તમારે Google પર કઈ વસ્તુઓ સર્ચ કરવાનું ટાળવું જોઈએ.
ADVERTISEMENT
પાઇરેટેડ ફિલ્મ
ઘણા લોકો ફ્રી મૂવી કે વેબ સિરીઝ જોવા માટે ગૂગલ પર સર્ચ કરે છે. પરંતુ જો તમે નવી ફિલ્મોને પાઇરેટ કરવાનું કામ કરો છો અથવા ગૂગલ સર્ચ કરો છો, તો તે ગુનાની શ્રેણીમાં આવે છે અને તમને ઓછામાં ઓછી ત્રણ વર્ષની જેલ થઈ શકે છે. આ સિવાય તમારા પર 10 લાખ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે.
ચાઇલ્ડ પોર્ન અથવા ચાઇલ્ડ ક્રાઇમ વિશે સર્ચ કરશો નહીં
Google ચાઇલ્ડ પોર્ન એટલે કે બાળકો સંબંધિત અશ્લીલ કંટેટનો પ્રચાર કરતું નથી. જો તમે ગૂગલ પર આ સંબંધિત માહિતી સર્ચ કરો છો, તો તે પણ ગુનાની શ્રેણીમાં આવે છે. ભારતમાં આ અંગેનો કાયદો કડક છે. આમાં પોક્સો એક્ટ 2012ની કલમ 14 હેઠળ ચાઇલ્ડ પોર્ન જોવું, બનાવવું અને સાચવવું પણ અપરાધની શ્રેણીમાં આવે છે. તમે આ કેસમાં પકડાઈ જશો તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. આ ગુના માટે તમને 5-7 વર્ષની જેલ થઈ શકે છે.
બોમ્બ અથવા શસ્ત્રો બનાવવાની પદ્ધતિ
Google પર બોમ્બ અથવા હથિયાર કેવી રીતે બનાવવું તે શીખવાનો પ્રયાસ કરશો નહીં. જો તમે આવું કરશો તો તમે પહેલા સુરક્ષા એજન્સીઓના રડાર પર આવશો અને તમારી સામે યોગ્ય કાર્યવાહી પણ થઈ શકે છે. એટલું જ નહીં ગૂગલ પર સર્ચ કરવાથી પ્રેશર કૂકર બોમ્બ કેવી રીતે બનાવવો તે પણ ગુનાની શ્રેણીમાં આવે છે.
ગર્ભપાત વિશે સર્ચ કરશો નહીં
ગૂગલ પર ક્યારેય ગર્ભપાત વિશે સર્ચ ન કરવું જોઇએ. કારણ કે ભારતમાં ડૉક્ટરની પરવાનગી વિના ગર્ભપાત કરાવવો ગેરકાયદે છે. જો તમે આ વિશે ગૂગલ સર્ચ કરશો તો તમે ખરાબ રીતે ફસાઈ શકો છો. ઉપરાંત સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ આ સારું નથી. આને ગૂગલ પર ક્યારેય સર્ચ કરશો નહીં.
આ વસ્તુઓને ના કરશો સર્ચ
ગુગલ પર કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ વિશે સર્ચ કરશો નહીં. આ સિવાય રેપ પીડિતાનું નામ સર્ચ કરવાનું ટાળો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT