બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:53 AM, 16 February 2025
સનાતન ધર્મમાં અગ્નિ પંચકને અશુભ માનવામાં આવે છે. આ પંચકમાં કોઈ પણ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે. ત્યારે ચાલો જેની લે અગ્નિ પંચક ક્યારે શરૂ થાય છે અને આ દિવસો દરમિયાન શું શું ના કરવું જોઈએ?
ADVERTISEMENT
પંચક કેવી રીતે લાગે?
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પંચકની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ચંદ્ર ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી નક્ષત્રોમાં પ્રવેશ કરે છે. આ સમયગાળો કુલ પાંચ દિવસનો હોય છે. પંચકના ઘણા પ્રકાર છે. આ વખતે ફેબ્રુઆરી મહિનામાં આવનાર પંચકને અગ્નિ પંચક કહેવામાં આવશે જે અત્યંત અશુભ માનવામાં આવે છે.
અગ્નિ પંચકનો પ્રભાવ
જ્યોતિષીઓના મતે અગ્નિ પંચક દરમિયાન આગ લાગવાની ઘટનાઓ વધુ બને છે. તેથી આ સમયે ખાસ સાવધાની રાખવી જોઈએ અને આગ સંબંધિત કોઈપણ પ્રવૃત્તિ ટાળવી જોઈએ.
પંચકનો સમય
ઋષિકેશ પંચાંગ મુજબ આ વર્ષે ફેબ્રુઆરીમાં પંચક 27 ફેબ્રુઆરીએ સાંજે 4:27 વાગ્યે શરૂ થશે. અને 3 માર્ચે સાંજે 6:39 વાગ્યે સમાપ્ત થશે. આ દરમિયાન કેટલાક કાર્યો ટાળવા જોઈએ.
પંચક દરમિયાન શું ન કરવું?
જો તમે નવું ઘર બનાવી રહ્યા છો તો પંચક દરમિયાન છત ના બનાવો તેની નકારાત્મક અસર થઈ શકે છે. પંચક દરમિયાન કોઈપણ નવું કાર્ય શરૂ કરવું અશુભ છે. દક્ષિણ દિશાને યમ દિશા માનવામાં આવે છે તેથી પંચક દરમિયાન દક્ષિણ દિશામાં મુસાફરી કરવાથી અકસ્માતની શક્યતા વધી જાય છે. પંચકમાં ખાસ કરીને અગ્નિ પંચકમાં લગ્ન, ગૃહસ્થી અને અન્ય શુભ કાર્યો ન કરવા જોઈએ.
વધુ વાંચો: આજનો દિવસ ઉતાર-ચઢાવ ભર્યો, આ જન્મતારીખ વાળા લોકોને અચાનક ધનલાભના સંકેત
પંચકમાં શું કરવું?
શાસ્ત્રો અનુસાર પંચક દરમિયાન ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ જેથી પંચકની અસર પછી થાય અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.