બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Do not merge calls while talking, bank account may be empty

સાવધાન / વાત કરતાં સમયે કૉલ મર્જ ન કરશો, ખાલી થઈ શકે છે બૅન્ક અકાઉન્ટ: સરકારે આપ્યું અલર્ટ

Khyati

Last Updated: 01:22 PM, 14 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજાણી વ્યક્તિ સાથે ફોન પર વાતચીત દરમિયાન કોલ મર્જ કરવાનું ટાળો, કેન્દ્ગીય ગૃહમંત્રાલયે જાહેર કરી ચેતાવણી

  • કેન્દ્રીય ગૃહમંત્રાલયે જાહેર કરી ચેતવણી
  • કોલ મર્જ કરવાનું ટાળો
  • નહી તો બેંક એકાઉન્ટ ખાલી થઇ જશે

જો તમે અજાણી વ્યક્તિ સાથે ફોન પર વાત કરી રહ્યા હોવ ત્યારે કોલ મર્જ કરવાનુ ટાળજો. કારણ કે જો તમે કોલ મર્જ કરશો તો તમારુ બેંક અકાઉન્ટ ખાલી થઇ જશે. જી હા, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ટ્વિટર હેન્ડલ સાયબર દોસ્ત દ્વારા ઓટીપીને લઇને ચેતાવણી જાહેર કરી છે. મંત્રાલયે કહ્યું કે સાયબર ફ્રોડનો શિકાર થવા પર હેલ્પલાઇન નંબર 155260 પર ફરિયાદ દાખલ કરાવી શકો છે. મોબાઇલ ફોન પર અજાણી વ્યક્તિ સાથે વાત કરતી વખતે કૉલ મર્જ કરશો નહીં. આમ કરવાથી તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ શકે છે. આ દ્વારા સાયબર ગુનેગારો તમારા બેંક એકાઉન્ટને પણ એક્સેસ કરી શકે છે. સાયબર ફ્રોડના વધતા જતા મામલાઓને જોતા સરકારે ચેતવણી જાહેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. તેથી સાવચેત રહેવાની જરૂર છે.

OTP કોઈની સાથે શેર કરશો નહીં

ગૃહ મંત્રાલયે ગુરુવારે પોતાના ટ્વિટર હેન્ડલ 'સાયબર દોસ્ત' દ્વારા OTP (વન ટાઈમ પાસવર્ડ)ને લઈને ચેતવણી પણ જારી કરી છે. ડિજિટલ પેમેન્ટ કરતી વખતે મોબાઈલ નંબર  એક OTP આવે છે. ડિજિટલ પેમેન્ટ કરતી વખતે અથવા બેંકને લગતા કોઈપણ વ્યવહાર કરતી વખતે ઓટીપી જનરેટ કરવામાં આવે છે. ઓટીપીની એન્ટ્રી કર્યા બાદ જ વ્યવહાર પૂર્ણ ગણાય છે. આવી સ્થિતિમાં તમારો OTP નંબર કોઈની સાથે શેર ન કરવો. આ સિવાય મોટાભાગના લોકો ફોન અને મેસેજ દ્વારા OTP પણ શેર કરે છે. આવું ન કરવાથી બચો નહીંતર તમે સાયબર છેતરપિંડીનો ભોગ બની શકો છો.

પબ્લિક વાઇફાઇ પર ડિજિટલ ટ્રાન્સેક્શન ન કરો

મેટ્રો, રેલ્વે સ્ટેશન, પાર્ક સહિત આવી ઘણી જગ્યાએ ફ્રી વાઈફાઈની સુવિધા હોય છે. ઘણીવાર લોકો ઇન્ટરનેટ અને ફ્રી વાઇફાઇ બચાવવા માટે પબ્લિક વાઇફાઇ દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે. આ ફ્રી વાઈફાઈ દ્વારા પણ છેતરપિંડી પણ થઈ શકે છે. આ સ્થિતિમાં, જો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો, તો બેંક સંબંધિત તમારી અંગત માહિતી તેમની પાસે જાય છે. જેથી તમારુ બેંક અકાઉન્ટ ખાલી જવાના ચાન્સ વધી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ