do not look at those who create wealth with suspicion they are the capital of the country
સંબોધન /
જે લોકો મિલકત બનાવે છે તે દેશની મૂડી જ છે, શંકાની નજરે ન જૂઓ : PM મોદી
Team VTV05:51 PM, 15 Aug 19
| Updated: 05:55 PM, 15 Aug 19
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે સંપત્તિનું સર્જન કરનારને શંકાની નજરે ન જોવું જોઇએ, તે દેશની મૂડી છે. તેમનું સન્માન થવું જોઇએ. લાલ કિલ્લાથી 73મા સ્વતંત્રતા દિવસ સમારોહને સંબોધન કરતા કહ્યું કે સંપત્તિ સર્જન સૌથી મોટી દેશ સેવા છે.
એમણે કહ્યું કે, 'સંપત્તિ સર્જન કરનારને ક્યારેય શંકાની નજરે ન જોવું જોઇએ. જ્યારે સંપત્તિ સર્જન થશે તો સંપત્તિનું વિતરણ થઇ શકે છે.' મોદીએ કહ્યું કે, 'સંપત્તિ સર્જન બહુજ જરૂરી છે. જે દેશમાં સંપત્તિ સર્જન કરી રહ્યા છે, તે ભારતની મુડી અને અમે તેમનું સન્માન કરીએ છીએ.' એક વર્ષમાં આ ત્રીજી વાર છે જ્યારે મોદી કોર્પોરેટ ઇન્ડિયાના પક્ષમાં ખુલીને બોલતા જોવા મળ્યો.
આ પહેલા ગત વર્ષે જુલાઇમાં મોદીએ કહ્યું હતું કે તે ઉદ્યોગપતિઓની સાથે ઉભા રહેવામાં નથી ડરતા કેમકે તેમનું મન બિલકુલ સાફ છે. એમણે કહ્યું હતું કે ઉદ્યોગપતિઓને પણ દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે.
ઓક્ટોબર 2018માં કહ્યું હતું કે તે ઉદ્યોગ અને કંપનીઓની ટીકા કરવાની સંસ્કૃતિમાં વિશ્વાસ નથી કરતા. એમનું માનવું છે કે ઉદ્યોગજગતના લોકો પોતાની સાથે ઉલ્લેખનીય સામાજિક કાર્ય પણ કરી રહ્યા છે.