આમતો ગર્ભાવસ્થા દરમિયાન એક સ્ત્રીને બધી જ જાતના વિટામિનની જરૂર હોય છે પણ ખાસ કરીને વિટામિન Dની ખૂબ જ જરૂર હોય છે. વિટામિન Dના કારણે બાળકના મસલ્સ અને હાડકાઓનો વિકાસ સારો થાય છે.
ગર્ભવતી મહિલાઓએ ખાસ રાખવું આ બાબતનું ધ્યાન
ગર્ભાવસ્થા દરમિયાન ન થવાદો આ વિટામિનની કમી
નહીં તો શિશુના વિકાસ પર થઈ શકે છે અસર
કોઈ પણ સ્ત્રી માટે માતા બનવું એ દુનિયાની સૌથી મોટી ખુશીની વાત હોય છે. તેના માટે તેનાથી વધારે મોટી ખુશી બીજી કોઈ નથી હોતી. માતા બનવું જેટલી ખુશીની વાત છે તેટલી જ જવાબદારીની વાત પણ છે. નવ મહિના સુધી બાળકની ગર્ભમાં સાર સંભાળ રાખવી ખૂબ જ મુશ્કેલ છે. એટલે જ ગર્ભવતી મહિલાઓને ડોક્ટર વારંવાર તેમને ભોજનને લઈને ધ્યાન રાખવાની સલાહ આપતા હોય છે.
ગર્ભવતી સ્ત્રીને આહાર પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી
ભોજન બાબતને લઈ થતી ભૂલના લીધે માતા સહિત બાળકના સ્વાસ્થ્યને પણ નુકશાન થઈ શકે છે. સામાન્ય માણસ કરતા એક ગર્ભવતી સ્ત્રીને વધારે પોષટીક આહારની જરૂર હોય છે. આમતો ગર્ભાવસ્થા દરમિયાન એક સ્ત્રીને બધી જ જાતના વિટામિનની જરૂર હોય છે પણ ખાસ કરીને વિટામિન Dની ખૂબ જ જરૂર હોય છે. વિટામિન Dના કારણે બાળકના મસલ્સ અને હાડકાઓનો વિકાસ સારો થાય છે.
એક રિસર્ચ પ્રમાણે જો ગર્ભાવસ્થા સમયે વિટામિન Dની ઉણપ જણાય તો માતાને હાઇબ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. તેની સાથે જ ગર્ભમાં રહેલા બાળકનું પણ બીપી વધી શકે છે. આવી જ રીતે કૅલ્શિયમની ઉણપને લીધે હાડકાં અને મસલ્સના વિકાસમાં પણ અવરોધ આવે છે.
ગર્ભાવસ્થા દરમિયાન વિટામિન D ખૂબ જરૂરી
એક રિપોર્ટ અનુસાર વિટામિન D શરીરમાટે ખુબજ મહત્વનું વિટામિન છે. વિટામિન D શરીરમાં કેલ્સિયમનું મેટાબોલીસમ બનાવવાનું કામ કરે છે. જો તમારા શરીરમાં વિટામિન Dની ઉણપ જણાય અને તમે ગમે તેટલા વિટામિન D વાળાં ફળ શાકભાજી ખાઓ તો પણ શરીરને કેલ્શિયમ નહીં મળે. એટલે જ વિટામિન D બાળક અને માતા બંને માટે ખુબ જ જરૂરી છે.
6 મહિના બાદ વધુ જરૂરી છે વિટામિન D
એક શોધ અનુસાર વિટામિન Dની વધુ જરૂર ગર્ભાવસ્થાના 6 મહિના પછી જણાય છે. કારણકે 6 મહિના પછી જ બાળકના હાડકાં અને અન્ય શારીરિક-માનશીક વિકાસ માટે વિટામિન D અને કેલ્સિયમની જરૂર પડે છે.
બાળકના જન્મબાદ પણ સ્તનપાન માટે પણ વિટામિન D ની જરૂરત હોય છે. કોઈ ગર્ભવતી મહિલામાં વિટામિન Dની કમી હોય તો તેના સ્વાસ્થ્યને મોટું નુકશાન થઈ શકે છે.
ગર્ભાવસ્થા દરમિયાન વિટામિન Dના લીધે થતાં નુકશાન
જો કોઈ ગર્ભવતી સ્ત્રીના શરીરમાં વિટામિન Dની કમી જણાય તો તેને પ્રિક્લેમ્પસિયા થવાનું જોખમ વધી શકે છે. પ્રિક્લેમ્પસિયા ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા બાદ થાય છે. જેમાં હાઇબ્લડ પ્રેશરની તકલીફ જણાય છે.
આની સાથે જ કેલ્શિયમનું શોષણ થવા લાગે છે. જેના લીધે હાડકાઓને નુકશાન થાય છે અને તે મહિલાનું વજન વધવા લાગે છે. મસલ્સમાં પણ તેની અસર જોવા મળે છે.
ગર્ભમાં રહેલા બાળકને થાય છે મુશ્કેલી
સાથે-સાથે ગર્ભમાં રહેલ બાળક પર વિટામિન Dની કમીથી નુકસાન થાય છે. અવિકસિત બાળકમાં પણ હાઇબ્લડ પ્રેશર જોવા મળે છે. કેલ્શિયમની પણ ઉણપ થવા લાગે છે જેના લીધે હાર્ટફેઇલ પણ થઈ શકે છે.
બાળક જન્મી ગયું તો પણ તેનામાં રિકેટસની બીમારી થઈ શકે છે. એટલે કે બાળકના હાડકાં આડા-અવળા જોવા મડી શકે છે. દાંતોનો વિકાસ નહીં થાય. હાડકાનો વિકાસ પણ નબળો થશે. સ્પષ્ટ ભાષામાં કહીએ તો વિટામિન Dની કમીના લીધે ગર્ભપાત પણ થઈ શકે છે.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.