બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / do not keep these food in copper vessel

ચેતજો / જે લોકો તાંબાના વાસણો વાપરે છે તેઓ ભૂલથી પણ તેમાં આ વસ્તુઓ ન રાખતા, નહીંતર થશે આ તકલીફો

Noor

Last Updated: 06:46 PM, 27 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હમેશાં એવી સલાહ આપવામાં આવે છે કે, તાંબાના લોટામાં રાખેલું પાણી રોજ પીવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે. જોકે, ઘણાં લોકો તાંબાના વાસણોનો પણ ઉપયોગ કરતા હોય છે. પણ શું તમે જાણો છો કે, તાંબાના વાસણોનો ઉપયોગ કરવામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો ફાયદા નહીં પણ ભયંકર નુકસાન થઈ શકે છે. ખાસ કરીને તમે તાંબાના વાસણમાં કયો આહાર અને કઈ વસ્તુઓ મૂકો છો તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે તેમાં કેટલીક વસ્તુઓ રાખવાથી તેમાં કેમિકલ રિએક્શન થાય છે અને ઘણીવાર આ રિએક્શન શરીરમાં બહુ જ ઘાતક સાબિત થઈ શકે છે.

  • તાંબાના વાસણો વાપરો છો તો ધ્યાન રાખો
  • તાંબાના વાસણમાં ભૂલથી પણ ન રાખતાં આ વસ્તુઓ
  • કેટલીક વસ્તુઓ તાંબાના વાસણમાં મૂકવાથી તે ઝેર સમાન બની જાય છે

તાંબામાં ડ્રાય વસ્તુઓ રાખવાથી કોઈ નુકસાન થતું નથી, પણ તાંબામાં કોપર હોવાથી કેટલીક વસ્તુઓ તેમાં રાખવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. 

અથાણું, દહીં અને લીંબુનો રસ

તાંબાના વાસણમાં અથાણું રાખવાથી તેમાં રહેલો સરકો મેટલ સાથે મળી જાય છે. જેના કારણે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. લીંબુ એસિડિક હોવાથી તે તાંબા સાથે મળીને રિએક્ટ કરે છે. તેનાથી એસિડિટી અને પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય દહીંમાં રહેલાં બેક્ટેરિયા તાંબાની સાથે રિએક્ટ કરે છે. જેના કારણે પણ આ સમસ્યાઓ થઈ શકે છે. 

ખાટ્ટા ફળો અને દૂધ

તાંબાના વાસણમાં કોઈપણ પ્રકારના ખાટ્ટાં ફળ રાખવાથી ફૂડ પોઈઝનિંગનો ખતરો વધી જાય છે. જેમ કે સફરજન, જામફળ, દાડમ, પાઈનેપલ વગેરે જેવા ફ્રૂટ્સ ક્યારેય ન રાખવા. નહીં તો ઊલ્ટી, ચક્કર આવવા અને ગભરામણની સમસ્યા થઈ શકે છે. સાથે જ તેમાં ગરમ કે ઠંડુ કોઈપણ પ્રકારનું દૂધ રાખવું નહીં. તેનાથી પણ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Copper Vessel Food Reaction Side Effects metals side effects
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ