ચેતવણી / રસી લીધા બાદ પણ માસ્ક ઉતારવાની ભૂલ ન કરો, રસીકરણ બાદ પણ નવો સ્ટ્રેન કરી શકે છે સંક્રમિત

do not forget to remove the mask even after the vaccination a new strain of coronavirus can become infected

દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણ ડ્રાઈવ શરુ થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી રસીકરણના મહાઅભિયાનની શરુઆત આજે સવારે 10.30 વાગે કરશે. ત્યારે પીએમ Co-Win એપ લોંચ કરશે. પહેલા ચરણમાં હેલ્થ કેર વર્ક્સને રસી આપવામાં આવશે. જાન્યુઆરીના અંતમાં ફ્રન્ટ લાઈન વર્ક્સને રસી આપવાની તૈયારીમાં સ્વાસ્થ્ય મંત્રાલય જોડાયેલું છે. જાણકારોનું કહેવું છે કે કોરોનાની રસી લીધા બાદ માસ્ક લગાવવું અને 6 ફુટનું અંતર રાખવાના નિયમોનું પાલન બહું જરુરી છે. કેમ કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન રસીકરણ બાદ પણ અસર કરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ