ભૂલથી પણ ન કરો આ બે સ્ત્રીઓનું અપમાન, નહીં તો.....

By : vishal 02:52 PM, 11 September 2018 | Updated : 02:52 PM, 11 September 2018
ઘણીવાર લોકો તમામ કોશિશો કરવા છતા સફળતાને પામી નથી શકતા. હકીકતમાં આવા લોકો પોતાના જીવનમાં જાણતા-અજાણતાં એવી ભૂલો કરે છે જેના લીધે તે ક્યાંય પણ સફળ થતા નથી.

હિન્દુ ધર્મના ગ્રંથોમાં બે પ્રકારની સ્ત્રીઓ વિશે જણાવવામાં આવ્યું છે. જે વરદાન રૂપ છે અને જેમના પર ખરાબ નજર રાખનાર વ્યક્તિ ક્યાંય પણ સફળ થતો નથી. તે હંમેશાં જિંદગીના દરેક મોડ પર અસફળ જ રહે છે. 

પારકી સ્ત્રી:
પારકી સ્ત્રીના સંબંધો વિશે આપણા પુરાણોમાં કથાઓ છે. જે અનુસાર ક્યારેય પણ પારકી સ્ત્રી પર ખરાબ નજર ન રાખવી જોઇએ. એક પૌરાણીક કથા અનુસાર રાક્ષક કમ્ભાને ભગવાન શિવજી જોડેથી વરદાન મળ્યું હતુ. જોથી આ રાક્ષકે ઇન્દ્રને હરાવીને તેમનુ સિંહાસન છીનવી લીધુ હતુ. 

જેથી કંટાળીને ઇન્દ્ર દત્તાત્રેય પાસે પહોચ્યા ત્યારે તેમણે રાક્ષક કમ્ભાને તેમની પાસે બોલાવ્યો. જ્યારે રાક્ષક ત્યાં પહોચ્યો તો દેવી લક્ષ્મી પણ ત્યાં બિરાજમાન હતા. 

જ્યારે રાક્ષક દેવી લક્ષ્મી પર મોહિત થઇ ગયો અને તેણે લક્ષ્મીજીને કેદ કરી લીધા. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ ઇન્દ્રને આદેશ કર્યો કે, રાક્ષકને મારીને લક્ષ્મીજીને પાછા લઇ આવે. ત્યારે રાક્ષકે ભગવાન શિવજીના વરદાનની વાત કરી તો ભગવાન વિષ્ણુએ કહ્યું કે, જે પણ પારકી સ્ત્રીનુ અપમાન કરે છે તેનુ બધુ પુણ્ય નષ્ટ થઇ જાય છે. પારકી સ્ત્રી પર ખરાબ નજર રાખનાર વ્યક્તિ પાપનો ભાગીદાર હોય છે.

વિધવા સ્ત્રી:
જેમ પારકી સ્ત્રી પર ખરાબ નજર રાખનાર વ્યક્તિ પાપનો ભગીદાર હોય છે તેમ વિધવા સ્ત્રી પર ખરાબ નજર રાખનાર વ્યક્તિ પણ પાપનો ભાગીદાર હોય છે. આવા વ્યક્તિઓને દરેક જગ્યાએ અડચણોનો સામનો કરવો પડે છે. જેથી ભૂલથી પણ વિધવા સ્ત્રી પર ખરાબ નજર ન રાખની જોઇએ.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story