ક્યારેય પણ ભૂલથી એક સાથે કેળા અને દૂધ ના ખાવ, જાણો કેમ?

By : krupamehta 03:58 PM, 14 March 2018 | Updated : 03:58 PM, 14 March 2018
મોટાભાગે જે લોકો દુબર્વતાથી પરેશાન ચાલી રહ્યા છે એ લોકો વજન વધારવા માટે દૂધ અને કેળા ખાવનું શરૂ કરી દે છે. આ ઉપરાંત લોકો ગરમીમાં મિલ્કશેક બનાવીને પીવાનો ખૂબ પસંદ કરે છે. જો કે એ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ કેળા અને દૂધનું એક સાથે સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારાક માનવામાં આવે છે, 

જો તમે બંનેનું સેવન કરવા ઇચ્છો છો તો પહેલા તમે દૂધ પી લો અને એની 20-25 મિનીટના અંતરાલ બાદ જ કેળા ખાવ. 

દમની પરેશાનીથી ગ્રસ્ત લોકોને ક્યારેય પણ કેળા અને દૂધનું એક સાથે સેવન કરવું જોઇએ નહીં. કારણ કે એ કફ બનાવવાનું કામ કરે છે, જેનાથી એમને શ્વાસ લેવાની સમસ્યા આવી શકે છે. 

કેળા અને દૂધનું એક સાથે સેવન કરવાથી એલર્જીની સંભાવના રહે છે. શરીરમાં ઝેરી તત્વ આવી જાય છે. 

કેળા અને દૂધનું એક સાથે સેવન કરવાથી એમના બધા ગુણ નષ્ટ થઇ જાય છ અને પાચન ક્રિયાને ખરાબ કરવાની સાથે આંતરડાને પણ નુકસાન પહોંચાડે છે. 

કેળા અને દૂધ બંનેની તાસીર ઠંડી હોય છે. એનું એક સાથે સેવન કરવાથી અથવા શેક પીવાથી શરદી, ખાંસી અને ગળા ખરાબની શક્યતા રહે છે. 

કેળા અને દૂધ શરીરમાં નકારાત્મક પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. વધારે પાણી ઉત્પન્ન કરે છે. હૃદયરોગની સંભાવના વધારે છે. એનાથી ઉલ્ટી અને દસ્ત પણ થઇ શકે છે. Recent Story

Popular Story