- શનિવારે ન કરતા ક્યારેય આ કામ
- શનિદેવ ક્રોધિત થઇ જાય છે
- ધર્મ પુરાણોમાં આ કામ કરવા વર્જીત છે
ધર્મ પુરાણો, જ્યોતિષ, વાસ્તુ વગેરેમાં કામ કરવાનો સાચો રસ્તો બતાવ્યો છે. કોઇ કામ ન કરવા પાછળ કારણો પણ જણાવ્યા છે. જો વ્યક્તિ તે વસ્તુનુ પાલન નથી કરતો તો તેને જીવનભર પસ્તાવાનો વારો આવે છે.
શનિવારે ન કરો આ કામ
- ક્યારેય પણ ગરીબ, સફાઇ કર્મચારીઓ, દ્રષ્ટિહીન લોકો, અપંગ કે કોઇ મજબૂર મહિલાનું અપમાન ન કરો. આવું કરવાથી શનિદેવ નારાજ થઇ જાય છે.
- શનિવારના દિવસે ક્યારેય દારૂ ન પીવો આવું કરવાથી સરળ ચાલતા જીવનમાં સંકટ આવી જાય છે.
- શનિવારે પૂર્વ, ઉત્તર અને ઇશાન દિશામાં યાત્રા ન કરો અને જો જવાનું થાય તો આદુ ખાઇને નીકળો અને ઉંઘા 5 ડગલા ચાલો.
- શનિવારે દિવસમાં તેલ, લાકડી, કાળા તલ, મીઠુ, લોખંડ જેવો સામાન ન લાવો. આ સામાનની સાથે મુસિબતો પણ આવે છે.
- શનિવારના દિવસે વિવાહીત દીકરીને ક્યારેય વિદાય ન આપો
- વ્યક્તિએ ક્યારેય ખોટું ન બોલવું જોઇએ પરંતુ શનિવારના દિવસે બોલાયેલુ જૂઠ શનિદેવને ગુસ્સે કરી શકે છે.