દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજાનું અનેરું મહત્વ હોય છે. આ દિવસે જો કેટલીક ભૂલો કરશો તો આખુ વર્ષ પસ્તાવાનો વારે આવશે.
દિવાળીના દિવસે ક્યારેય ન કરો આ ભૂલ
માતા લક્ષ્મી થઇ જશે નારાજ તો પરિણામ ગંભીર આવશે
ઘરને સજાવીને ચોખ્ખું રાખવું જોઇએ
દિવાળીના દિવસે સાંજે માતા લક્ષ્મી અને વિઘ્નહર્તા દેવ ગણેશજીની પૂજા કરવામાં આવે છે. પુરાણો અનુસાર મહાલક્ષ્મી કાર્તિક અમાસની રાતે સ્વયં ધરતી પર આવે છે અને માતાને રિઝવવા માટે અલગ અલગ પ્રયાસ કરવામાં આવે છે. દિવાળીના દિવસે કેટલીક ભૂલો વર્જીત છે.
આ ભૂલો ક્યારેય ન કરવી
દિવાળીના દિવસે સવારે મોડા સુધી ઉંઘી ન રહેવું, જલ્દી ઉઠીને પૂજા પાઠ કરવા જોઇએ.
દિવાળીના દિવસે નખ કાપવા કે શેવિંગ કરવું વર્જીત છે.
દિવાળીના દિવસે ઘરને અવ્યવસ્થિત ન રાખો આવું કરવાથી લક્ષ્મીજી નારાજ થઇ જાય છે.
લક્ષ્મી માતાની એકલાની પૂજા ન કરો કારણકે વિષ્ણુ વગર તેમને અધુરા માનવામાં આવે છે.
ઘરમાં ગંદકી ન ફેલાવો કારણકે લક્ષ્મીનું આગમન ત્યાં જ થાય છે જ્યાં સફાઇ હોય
દિવાળીના દિવસે ગિફ્ટ આપવાનું ચલણ છે માટે ચામડાની કોઇ પણ વસ્તુ કોઇને ભેટમાં ન આપો.
દિવાળીની પૂજા બાદ કક્ષને અસ્તવ્યસ્ત ન રાખવો જોઇએ. એક રાત માટે અખંડ દિવો પણ કરવો જોઇએ.