શાસ્ત્રો અનુસાર ધનતેરસના દિવસે માતા લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ કરે છે, ચાલો જાણીએ ધનતેરસના તહેવાર સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે.
ધનતેરસના તહેવાર સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમો
ધનતેરસ પર ખાસ કરીને આ વસ્તુ ન ખરીદવી જોઈએ
દિવાળીનો તહેવાર શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આપણા ગુજરાતી મહિના પ્રમાણે આસો મહિનાનિ અમાસના દિવસે ઉજવવામાં આવે છે અને તેના બીજા દિવસે કારતક મહિનાની શરૂઆત થાય છે અને ગુજરાતીઓના નવા વર્ષની પણ શરૂઆત થાય છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે માતા લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને અન્ન અને ધનનો ભંડાર ભરી દે છે. ધનતેરસના દિવસે નવી વસ્તુઓ જેવી કે આભૂષણો, સોના-ચાંદીના સિક્કા, નવા વાસણ, નવું વાહન વગેરે ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને આખું વર્ષ ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહે છે. ચાલો જાણીએ ધનતેરસના તહેવાર સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે.
ધનતેરસ પર ખાસ કરીને આ વસ્તુ ન ખરીદવી જોઈએ
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે ખરીદી કરતી વખત લક્ષ્મીજીની પૂજા માટે કોઈ કૃત્રિમ અથવા પ્લાસ્ટિકની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. એવું માનવામાં આવે છે કે પ્લાસ્ટિકથી બનેલા ફૂલ અને મૂર્તિઓ ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે પૂજામાં ફક્ત માટીની મૂર્તિઓ અને તાજા ફૂલોનો ઉપયોગ કરો.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે કાતર, છરી, સોય વગેરે જેવી ધારદાર વસ્તુઓ ન ખરીદવી જોઈએ. માન્યતા અનુસાર ધનતેરસના દિવસે આવી વસ્તુઓ ખરીદીને ઘરમાં લઈ આવવાથી ઘરમાં અશાંતિ અને કલેશ થાય છે અને મા લક્ષ્મી ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી જાય છે.
- ધનતેરસ પર લોખંડથી બનેલી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં લોખંડ લાવવાથી શનિ સંબંધિત દોષ ઉત્પન્ન થાય છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાચ અને એલ્યુમિનિયમની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આ વસ્તુઓનો સંબંધ રાહુ સાથે હોવાનું માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં તેના દોષોથી બચવા માટે ધનતેરસના દિવસે આ બંને ધાતુના વાસણો કે વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
- ધનતેરસના દિવસે નકલી ફૂલો જેવા નકલી ઘરેણાં ખરીદવાની ભૂલ ક્યારેય ન કરતાં. આ દિવસે નકલી ઘરેણાં ખરીદવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દુઃખ અને ગરીબી વધે છે.