મહામંથન / ચીન સરહદ પર તનાતની પર રાજકારણ નહીં ચર્ચા કરો

એક તરફ લદ્દાખને લઈને સરહદ પર તણાવ ચાલી રહ્યો છે તો બીજી બાજુ રાજનીતિમાં આક્ષેપોએ હદ વટાવી દીધી છે. સેના પોતાના મોરચે લડવામાં સક્ષમ છે. સરકાર સતર્ક છે પરંતુ વિપક્ષ સરકારને ઘેરવામાં મસ્ત છે...વાત ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની છે.જ્યાં સેનાને સરકારે ખુલી છૂટ આપી છે અને ચીનની ચંચુપાત સામે ગાળિયો મજબૂત કરવાની તૈયારી દર્શાવી છે. પરંતુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અધ્યક્ષા સોનિયા ગાંધી મોદી સરકાર સામે સવાલ ઉઠાવે છે અને દેશની સરહદે જવાનો શહીદ કેવી રીતે થઈ ગયા તેના પર સવાલ ઉઠાવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કોંગ્રેસના સવાલોનો સણસણતો જવાબ આપી દીધો અને સંસદમાં આ મુદ્દે ચર્ચા કરવા પડકાર પણ ફેંકી દીધો. જોકે અહીં સવાલ એ થાય છે કે કેમ ચીન પર કરાઈ રહ્યુ છે રાજકારણ? સરહદની સુરક્ષા અને અભેદ કિલ્લેબંધી પર સવાલ કેમ થાય છે. સરકારને ઘેરવાની અને લોકોને ભ્રમિત કરવાની રાજનીતિ કેમ થાય છે. આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ