બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 08:08 PM, 4 May 2022
ADVERTISEMENT
શુભ સમય પર કરવામાં આવતા કાર્યોના હંમેશા સારા અને લાભકારી ફળ મળે છે. જ્યોતિષમાં ખાસ રીતે જણાવવામાં આવ્યું છે કે આપણે ક્યારે અને કયા દિવસે ખરીદવું જોઈએ સોનું. જણાવી દઈએ કે સોનું અને લોખંડ જેવી ધાતુ ખરીદતી વખતે શુભ દિવસ જરૂર ધ્યાન રાખો.
સોનું મહિલાઓને ખૂબ જ પસંદ આવે છે. સોનું એવી ધાતુ છે જેને લગ્ન સહિત સામાન્ય દિવસોમાં પણ ખરીદવામાં આવે છે. જરૂરીયાતના હિસાબથી આપણે ગમે ત્યારે સોનું ખરીદી લઈએ છીએ. હિન્દુ ધર્મમાં સોનાનું ખાસ મહત્વ છે કારણ કે સોનું-ચાંદી જેવી ધાતુને કુબેરનો ભંડાર કહેવામાં આવે છે.
ADVERTISEMENT
સોનું ક્યારે ખરીદવું જોઈએ?
સોનાની ખરીદી કરવાનો સૌથી સુભ દિવસ અખાત્રીજ અને ધનતેરસ માનવામાં આવે છે. આ દિવસે સોનું ખરીદવાથી ખાસ માતા લક્ષ્મીની કૃપા તમારા પર થાય છે. આ ઉપરાંત જો કોઈ દિવસે સોનું ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો તમે રવિવારે અને ગુરૂવારે સોનું ખરીદી શકો છો.
આ દિવસે ન ખરીદો સોનું
જણાવી દઈએ કે જ્યોતિષમાં આ દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની સાથે ભગવાન સૂર્યની પણ કૃપા પ્રાપ્ત થાય છે. જેનાથી જીવનમાં પ્રગતિ પ્રાપ્ત થાય છે. જોકે ક્યારેય પણ શનિવારે સોનું ન ખરીદવું જોઈએ.
ક્યારે ખરીદવું જોઈએ લોખંડ?
લોખંડની ધાતુને શનિદેવનું કારક કહેવામાં આવે છે. પરંતુ શનિવારના દિવસે લોખંડ કે લોખંડની વસ્તુનું દાન કરવું શુભ માનવામાં આવે છે. જો લોખંડ ખંડ ખરીદવાના શુભ દિવસની વાત કરવામાં આવે તો તમે શનિવારને છોડીને અઠવાડિયાના કોઈ પણ દિવસે લોખંડ ખરીદી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.