નવરાત્રિ 2019 / નવ દિવસ સુધી અખંડ દીવા સાથે કરો મા જગદંબાની પૂજા, મળશે અપાર કૃપા

Do Ma jagdamba pooja in Navratri festival and feel blessed

આસો મહિનામાં આવતી નવરાત્રિના ઉત્સવ માટે એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. મહિષાસુર નામનો એક રાક્ષસ અતિ પ્રભાવી થયો હતો. તેને પોતાના સામર્થ્યના જોરે બધા જ દેવો તેમજ મનુષ્‍યોને ત્રાહિમામ્ પોકારતા કરી દીધા હતા. દૈવી વિચારોની પ્રભા ઝાંખી થઇ હતી અને દૈવી લોકો ભયગ્રસ્ત બન્યા હતા. હિંમત હારી ગયેલા દેવોએ બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશની આરાધના કરી દેવોની આરાધનાથી પ્રસન્ન થયેલા આધ દેવો મહિષાસુર ઉ૫ર ક્રોધે ભરાયા.તેમનાં પુણ્ય પ્રકો૫થી એક દૈવી શક્તિ નિર્માણ થઇ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ