દરેક કામ બીજાની સલાહથી કરે છે આવો અંગૂઠો ધરાવતા લોકો

By : krupamehta 12:56 PM, 11 October 2018 | Updated : 12:56 PM, 11 October 2018
હસ્તરેખામાં અંગૂઠાની લંબાઇ, આકાર અને એની બનાવટ પણ મહત્વપૂર્ણ યોગદાન રાખે છે. અંગૂઠાને જોઇને વ્યક્તિ માટે ઘણુ બધુ જાણી શકાય છે. જાણો તમારા અંગૂઠાની બનાવટ શું કહે છે તમારા માટે...

જે લોકોની પહેલી ગાંઠ નાની હોય છે એ લોકો બીજા પર નિર્ભર રહે છે. એ દરેક કામ બીજાની સલાહથી કરે છે. જે લોકોની પહેલી નકલ્સ પહોળી બનેલી હોય છે એ જિદ્દી હોય છે. તેમજ સમકોણમાં છે એ ખૂબ શાતિર હોય છે. એ દિમાગથી ખૂબ જ ચાલાક હોય છે. જે લોકોના અંગૂઠાનો પહેલો વેઠો લાંબો હોય છે એ લોકો આત્મવિશ્વાસથી ભરેલા હોય છે. એ પોતાના માર્ગદર્શન જાતે કરવાની સાથે ખૂબ જાગરૂક રહે છે. જો કે હથેળીથી જોડાયેલી આ નકલ્સ કંઇક વધારે લાંબો છે તો એનો અર્થ એ છે કે આ વ્યક્તિ કંઇક અલગ હોય છે. 

અંગૂઠાનવો બીજો ભાગ લંબાઇમાં બનેલો હોય તો એનો અર્થ એ કે એવા લોકો ખૂબ જ ચાલાક હશે. એવા લોકો સામાજિક કાર્યોમાં એક્ટિવ રહે છે. એ મિલનસાર હોય છે. જે લોકોના અંગૂઠાનો બીજો ભાગ નાનો હોય છે એ મગજથી વધારે વિચારતા નથી. એનાથી એમને ઘણી વખત દગો અને નુકસાન મળે છે. 

અંગૂઠાનો ત્રીજો ભાગ શુક્ર પર્વતનું સ્થાન માનવામાં આવે છે. જો આ ભાગ સારી રીતે હોવાની સાથે ગુલાબી રંગતમાં છે તો એનો અર્થ છે એવા લોકો પ્રેમમાં છે. જે લોકોનો એ ભાગ વધારે ઊપસેલો હોય છે એ કામુક હોય છે. જો કે કોઇ સંજોગે એમની લાઇપમાં એની પરેશાની પણ આવે છે તો એ લોકો સામનો કરી લે છે. Recent Story

Popular Story