બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / Do dying people see white light? Mysterious activity detected in their brains

OMG / મરતા વ્યક્તિને દેખાય છે ગુજરી ગયેલા ઘરના અને પ્રકાશ, વૈજ્ઞાનિકોને મગજમાંથી મળ્યાં રહસ્યમયી સિગ્નલ

Hiralal

Last Updated: 06:25 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ મરી રહેલા બે વ્યક્તિઓના મગજમાંથી રહસ્યમયી સિગ્નલ ઝડપ્યાં છે જે સ્પસ્ટ સંકેત આપે છે.

  • અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની મોટી ખોજ
  • મરી રહેલા બે વ્યક્તિઓના મગજમાંથી ઝડપ્યાં ગામા વેવ્સ
  • ગામા વેવ્સ મેમરી સાથે સંબંધિત
  • મરતા વ્યક્તિને દેખાય છે ઓળખીતા ચહેરા અને લાઈટ 

મોત પછીની દુનિયામાં વિશ્વભરના વૈજ્ઞાનિકો અને લોકોને રસ છે પરંતુ હજુ સુધી કોઈ ઠોસ માહિતી સામે આવી નથી પરંતુ ઘણી વાર અણધારી રીતે આશ્ચર્યજનક માહિતી સામે આવી જાય છે અને આવી જ એક ઘટના બની છે જેમાં વૈજ્ઞાનિકોએ મરી રહેલા બે વ્યક્તિઓના મગજમાંથી ગામા વેવ્સ ઝડપ્યાં હતા. 

બે મરતાં લોકોના મગજમાં દેખાઈ ઝડપી ગામાની ઝડપી એક્ટિવિટી 
અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના વૈજ્ઞાનિકોએ એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેને કેવું લાગે છે. તેઓએ મૃત્યુની અણીએ આવેલા ચાર લોકોના વેન્ટિલેટર સપોર્ટની તપાસ કરી અને તેમાંથી દૂર કર્યા પછી ઇસીજી અને ઇઇજી સિગ્નલની તપાસ કરી. ચારેય કોમામાં હતા. વૈજ્ઞાનિકોએ નિરીક્ષણ કર્યું હતું કે આમાંના બે દર્દીઓના મગજનું ઓક્સિજન સ્તર નોંધપાત્ર રીતે નીચે ગયું હતું અને મગજમાં ગામા પ્રવૃત્તિમાં વધારો થયો હતો. ગામા વેબ્સ જૂની યાદો અને ઝડપી મગજની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.

મર્યા પછી જીવિત થનારા ઘણાએ લાઈટ જોઈ હતી 
વૈજ્ઞાનિકો લાંબા સમયથી માનવ મગજને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. મૃત્યુ પછીના રહસ્ય વિશે પણ ઘણા પ્રયોગો કરવામાં આવે છે. પીપલ્સ એનડીઇ (નીયર ડેથ એક્સપિરિયન્સ)ની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આમાંથી મોટાભાગના લોકોનું કહેવું છે કે તેમણે મર્યા બાદ સુરંગ જોઇ હતી. ઘણા લોકોએ ટનલના તે છેડે તેજસ્વી લાઇટ્સ અને પરિચિતો જોયા હોવાનો દાવો પણ કર્યો છે. સંશોધન દર્શાવે છે કે ક્લિનિકલી મૃત જાહેર કર્યા પછી, બચી ગયેલા લોકોએ તેજસ્વી પ્રકાશ અને પરિચિત ચહેરાઓના દેખાવ વિશે જણાવ્યું છે. આ સૂચવે છે કે મૃત્યુ પામતા મગજમાં દ્રષ્ટિ બનાવવાની ક્ષમતા છે.

મહિલાનો દાવો- ત્રણ વાર મરી, ઈશુ ખ્રિસ્તને મળી છું
બે દિવસ પહેલા બ્રિટનની એક મહિલાએ ચોંકાવનારો દાવો કર્યો હતો કે એક મહિનાની અંદર તેનું ત્રણ વખત મૃત્યુ થયું છે અને તે મૃત્યુ બાદ તે જીસસ ક્રાઈસ્ટ (ઈશુ ખ્રિસ્ત)ને પણ મળી છે. મહિલાએ એવો દાવો છે કે તે મહિનામાં ત્રણ વખત શરીરની બહાર આવી ગઇ હોવાનો અનુભવ કરી ચુકી છે. આ વેળાએ તેના શરીરના ધબકારા અનુભવે છે અને બાદમાં ધીમે ધીમે તેનું શરીર શાંત પાડવા લાગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ