પહેલા જાયકોવ-ડી રસીની વયસ્કો પર અસર તપાસમાં આવશે. એ બાદ તેને બાળકોને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશની પાસે બાળકોની વધું એક રસી જાયકોવ-ડી પણ ઉપલબ્ધ
જાયકોવ ડીને 12-90 વર્ષના લોકો પર ઉપયોગ માટે ઈમરજન્સી મંજૂરી મળી છે
જાયકોવ ડી 7 રાજ્યોમાં લગભગ 33 લાખ લોકોને લગાવવામાં આવશે
દેશની પાસે બાળકોની વધું એક રસી જાયકોવ-ડી પણ ઉપલબ્ધ
દેશમાં સોમવારથી 15 વર્ષથી ઉપરની ઉંમરના કિશોરોને કોરોનાની રસી આપવાની શરુઆત થઈ ગઈ છે. તેમણે હાલ ફક્ત કોવેક્સીન લગાવવાની પરવાનગી મળી છે. દેશની પાસે બાળકોની વધું એક રસી જાયકોવ-ડી પણ ઉપલબ્ધ છે. પરંતુ સરકારના વિશેષજ્ઞોની સલાહ પર નિર્ણય લેવામાં આવ્યો છે કે પહેલા આ રસીની વયસ્કો પર અસર તપાસમાં આવશે. એ બાદ તેને બાળકોને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જાયકોવ ડીને 12-90 વર્ષના લોકો પર ઉપયોગ માટે ઈમરજન્સી મંજૂરી મળી છે
સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે જાયકોવ ડીને 12-90 વર્ષના લોકોના ઉપયોગ માટે ઈમરજન્સી મંજૂરી મળી છે. આ ઉંમરના લોકો પર આનું પરિક્ષણ પણ થયું છે. પરંતુ રસીકરણ પર બનેલા વિશેષજ્ઞોના સમૂહે એમ પણ સલાહ આપી હતી કે જો કે દુનિયાની પહેલી ડીએનએ રસી છે એટલા માટે થોડી વધારે સાવધાની વર્તવી જોઈએ. આની પહેલા વયસ્કોને આ આપવામાં આવશે. જેમાં તેના શક્ય દુષ્પ્રભાવોને જોયા બાદ જ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવામાં આવશે.
જાયકોવ ડી 7 રાજ્યોમાં લગભગ 33 લાખ લોકોને લગાવવામાં આવશે
અધિકારીઓનું કહેવું છે કે એ વાતને ધ્યાનમાં રાખીને હાલ આને 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને પ્રદાન કરવામાં આવી. એટલા માટે ઝાયડસ કેડિલાને જાયકોવ ડીની એક કરોડ ડોઝ ખરીદવાનો આદેશ અપાઈ ચૂક્યો છે. આ મહિને આ ડોઝ મળવાનું શરુ થઈ જશે. 7 રાજ્યોમાં લગભગ 33 લાખ લોકોને આ રીતની રસી લાગશે. જો કે 3 ડોઝ વાળી રસી છે. આ 33 લાખ લોકો પર આની અસરને જોયા બાદ બાળકોને આને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલા માટે ઓછામાં ઓછા આવતા 3 મહિના માટે આ રસીની રાહ પણ જોવી પડશે.
જાયકોવ ડી પહેલી ડીએનએ રસી
ઉલ્લેખનીય છે કે જાયકોવ ડી ભારત જ નહીં દુનિયામાં માણસોને લાગનારી પહેલી ડીએનએ રસી છે. આ દરમિયાન 15-18 વર્ષના બાળકોને ફક્ત કોવેક્સીન જ લગાવવામાં આવશે. જો કે કોવેક્સીન 12 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે મંજૂર કરવામાં આવી છે. પરંતુ હાલ આ 15થી ઉપરના બાળકોને આપવામાં આવી રહી છે.