બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

રાજકોટ અગ્નિકાંડ / રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

Last Updated: 11:09 AM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલ આગમાં મૃતકોનાં ડીએનએ સેમ્પલને વહેલી સવારે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. ત્યારે ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલ આગમાં અનેક માસૂમ જીંદગીએ જીમ ગુવમાવવાનો વારો આવ્યો છે. તમામ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મોકલાયા છે. સવારે 4.30 વાગ્યે એર એમ્બ્યુલન્સથી ડીએનએ સેમ્પલને ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. તેમજ ડીએનએ સેમ્પલનો રિપોર્ટ 48 કલાક બાદ આવશે. 25 ડીએનએ સેમ્પલ ગાંધીનગર મોકલાયા બે મૃતકોનાં સ્વજન આવવાનાં બાકી છે. તેમજ વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સબંધી આવ્યા નથી. AIIMS માં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. તેમજ 11 મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રખાયા છે.

vlcsnap-2024-05-26-10h36m46s215

મૃતકોની ઓળખ માટે પરિવારજનોના લોહીના સેમ્પલ લેવાની ફરજ પડી

આ દુર્ઘટનામાં ચોંકાવનારી માહિતી સામે આવી છે કે ગેમ ઝોનના ગ્રાઉન્ડમાં ગો કાર્ટ રેસિંગ માટે 800થી વધુ ટાયર રખાયા હતા. સાથે જ જાણવા મળ્યું છે કે ગેમિંગ ઝોનમાં ક્ષમતા કરતા વધારે લોકો હાજર હતા. આગ લાગી ત્યારે ગેમિંગ ઝોનમાં 300 જેટલા લોકો હાજર હતા. ત્યારે આ અગ્નિકાંડમાં જીવતા ભૂંજાયેલા મૃતકોના DNA ટેસ્ટ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. મૃતકોની ઓળખ માટે પરિવારજનોના લોહીના સેમ્પલ લેવાની ફરજ પડી છે. મૃતદેહોના DNA રિપોર્ટ કર્યા બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે.

vlcsnap-2024-05-26-10h38m23s478

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેરીકેટ લગાવવામાં આવ્યા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અગ્નિકાંડના ભોગ બનેલા પરિવારજનોનો ધસારો જોઇને બેરિકેડ લગાવવામાં આવ્યા છે. અગ્નિકાંડનાં ભોગ બનેલા પરિવારજનોને સિવિલ હોસ્પીટલની બહાર ખસેડવામાં આવ્યા છે. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 9 બાળકો સહિત 33 લોકોનાં મોત થયા છે. ત્યારે જણાવી દઈએ કે 4 વર્ષથી આ TRP ગેમ ઝોન ધમધમતો હતો. આ ઘટના સામે આવી ત્યારથી એ સવાલ પૂછાઈ રહ્યો છે કે શું TRP ગેમ ઝોન પાસે ફાયર સેફ્ટીના સાધનો ન હતા..? પરંતુ માહિતી અનુસાર, TRP ગેમ ઝોન પાસે ફાયર સેફ્ટીના પૂરા સાધનો હતા. પરંતુ બેદરકારીને કારણે ફાયર સેફટીના સાધનો સીલ પેક હાલતમાં પડ્યા રહ્યા હતા, જેનો ભોગ 33 લોકોએ બનવું પડ્યું છે.

વધુ વાંચોઃ અમેરિકાથી લગ્ન કરવા આવ્યા અને મળ્યું મોત, રાજકોટની આગમાં હોમાયો NRI પરિવાર

ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીની ચકાસણી હાથ ધરી

ઉલ્લેખનીય છે કે રાજકોટની ઘટના બાદ સુરત, વડોદરા અને અમદાવાદમાં તંત્ર હરકતમાં આવી ગયું છે. મહાનગરપાલિકાઓના ફાયર વિભાગ દ્વારા અલગ-અલગ ગેમ ઝોનમાં પહોંચી ફાયર સેફ્ટીની ચકાસણી હાથ ધરવામાં આવી છે. NOC નહીં હોય તેવા ગેમ ઝોન વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Tragedy Gamezone Fire DNA Report
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ