કોમેન્ટ /
ચૂંટણી પ્રચારમાં ભાન ભૂલેલા નેતાએ મહિલાઓ અંગે એવું નિવેદન આપી દીધું કે બરાબરના ફસાયા
Team VTV08:10 PM, 25 Mar 21
| Updated: 08:45 PM, 25 Mar 21
કોઇમ્બતુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન વિવાદિત નિવેદન આપીને DMK નેતા ખૂબ જ ખરાબ રીતે ફંસાઈ ગયા લાગે છે.
તમિલનાડુમાં ચૂંટણી યોજાવાની છે
DMK-CONG, AIADMK-BJP ગઠબંધન વચ્ચે છે મુખ્ય સ્પર્ધા
DMK નેતાએ નિવેદન આપીને કર્યો બફાટ
એક વિડિઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, ડીંડીગુલ લિયોની DMKના નેતા છે અને કોઇમ્બતુરમાં એક ચૂંટણી પ્રચાર રેલીમાં સામેલ થયા હતા, જ્યાં તેમણે એક એવું નિવેદન આપ્યું હતું, જેના લીધે હવે તેમની સામે કાર્યવાહી કરવાની માંગણી થઈ રહી છે. મહત્વનું છે કે તેમના નિવેદનમાં તેમણે મહિલાઓની તુલના ગાય સાથે કરી અને તેમને 'ગેલન' તરીકે ગણાવી હતી.
.@KanimozhiDMK Madame please get rid of womanizers like Dindigul Leoni, Vairamuthu etc in your party before you talk about women's safety.. pic.twitter.com/cVkGCQ8eGi
DMK ના ઉમેદવાર ડીંડીગુલ લિયોની આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત તમિલનાડુના વિવિધ ભાગોમાં પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. તેમનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડીંડીગુલ લિયોનીએ મહિલાઓની તુલના ગાય સાથે કરી અને તેમને 'ગેલન' કહી હતી. યુઝર્સે પક્ષની મહિલા વિંગના વડા અને સાંસદ કનિમોઝીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વીડિયોમાં DMK ના ઉમેદવારને કહેતા સાંભળી શકાય છે, "વિદેશી ગાયોનું દૂધ પીને મહિલાઓ જાડી થઈ જાય છે." ઉમેદવાર મહિલાઓની મજાક ઉડાડયા પછી પણ તેઓ રોકાયા નહોતા, અને તેઓએ પોતાના હાથેથી અશ્લીલ ઇશારાઓ પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં હાજર લોકો તાળીઓ મારતા અને હસતા સાંભળી શકાય છે. લિયોનીએ કહ્યું, "તમે જાણો છો, ગાયની ઘણી જાતો છે. તમે ખેતરમાં વિદેશી ગાયો જોઇ હશે. લોકો વિદેશી ગાય માટે દૂધ આપતી મશીનનો ઉપયોગ કરે છે."
મહિલાઓની સરખામણી ગાયો સાથે કરી
તેમણે વધુમાં કહ્યું કે, 'મશીનની મદદથી વ્યક્તિ એક કલાકમાં 40 લિટર દૂધ કાઢી શકે છે અને તે દૂધ પીને બધી મહિલાઓ ફુગ્ગા જેવી જાડી થઈ રહી છે. પહેલાં, સ્ત્રીઓ પાતળી કમર અને હિપ્સ 8 નંબર જેવી હતી. સ્ત્રીઓ તેમના બાળકને હિપ પર હેન્ડલ કરી શકતી હતી, પરંતુ આજકાલ કોઈ એક બાળકને તેઓ હેન્ડલ કરી શકતી નથી કારણ કે તેમનું ફિગર એક ગેલન જેવું થઈ ગયું છે. અમારા બાળકોનું વજન પણ વધી ગયું છે. "
મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર તેના શરમજનક નિવેદન સામે આવ્યા બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. યુઝર્સ સાંસદ કનિમોઝીને ટેગ કરીને લિયોની સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "શરમજનક! તેઓ કયું દૂધ પીવે છે? શું તેઓ જાણે છે કે ગર્ભાવસ્થા પછીના અથવા હોર્મોનલ ફેરફારો દરમિયાન સ્ત્રીના શરીરમાં શું થાય છે?"