બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:51 PM, 18 May 2024
કર્ણાટકના સેક્સ સ્કેન્ડલની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરી એક નવા દાવાએ ચકચાર મચાવી છે. ધરપકડ કરાયેલા ભાજપના નેતા જી દેવરાજે ગૌડાએ એવો સનસીખેજ આરોપ લગાવ્યો કે કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે તેમને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને જેડીએસના પ્રદેશ પ્રમુખ એચડી કુમારસ્વામી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે 100 કરોડની ઓફર કરી હતી.
ADVERTISEMENT
5 કરોડ એડવાન્સમાં આપ્યાં
ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા બાદ પોલીસ ગાડીમાંથી પત્રકારો સાથે વાત કરતા દેવરાજે ગૌડાએ દાવો કર્યો હતો કે શિવકુમારે તેમને એડવાન્સ તરીકે ₹ 5 કરોડ પણ મોકલ્યા હતા. મેં ઓફરનો ઈનકાર કર્યા પછી, મારી સામે પોલીસ કેસો દાખલ કરાયો અને ધરપકડ કરાઈ. છૂટકારા બાદ હું શિવકુમારને ઉઘાડો પાડીશ. કર્ણાટકમાં કોંગ્રેસ સરકારનું પતન થવા જઈ રહ્યું છે.
ADVERTISEMENT
સેક્સ વીડિયો સ્કેન્ડલને સંભાળવા ચાર માણસોની ટીમ બનાવાઈ
દેવરાજે ગૌડાએ કહ્યું કે એન ચેલુવરાયસ્વામી, કૃષ્ણ બાયરે ગૌડા અને પ્રિયંક ખડગે સહિત ચાર મંત્રીઓની એક ટીમ સેક્સ વીડિયો સ્કેન્ડલને લગતી ઘટનાઓને સંભાળવા માટે બનાવવામાં આવી હતી.
શું બોલ્યાં ભાજપ નેતા
ભાજપ નેતાએ કહ્યું કે પીએમ મોદી, એચડી કુમારસ્વામી અને ભાજપને બદનામ કરવા માટે એક મોટી યોજના બનાવી હતી. તેઓએ મને ₹ 100 કરોડની ઓફર કરી હતી અને બોરિંગ ક્લબના રૂમ નંબર 110 પર એડવાન્સ તરીકે ₹ 5 કરોડ મોકલ્યા હતા. ચન્નારાયપટનાના એક સ્થાનિક નેતા ગોપાલસ્વામીને સોદાની વાટાઘાટો માટે મોકલવામાં આવ્યા હતા. ડીકે શિવકુમારે વડાપ્રધાન મોદીને સેક્સ સ્કેન્ડલ સાથે જોડીને તેમનું નામ બદનામ કરવા માટે ₹100 કરોડની ઓફર કરી હતી. શિવકુમારનો મુખ્ય ઉદ્દેશ્ય કુમારસ્વામીને રાજકીય રીતે ખતમ કરવાનો છે. જ્યારે મેં તેમની યોજનાનો ભાગ બનવાનો ઇનકાર કર્યો, ત્યારે તેઓએ પહેલા મને એટ્રોસિટી કેસમાં ફસાવ્યો, પરંતુ કોઈ પુરાવા ન મળ્યા. બાદમાં, તેઓએ મારી સામે જાતીય સતામણીનો કેસ કર્યો. જ્યારે આ કાવતરું પણ નિષ્ફળ ગયું, ત્યારે તેઓએ બળાત્કારની ફરિયાદ નોંધાવી.
જાતિય શૌષણના વીડિયોની પેનડ્રાઈવ પાછળ શિવકુમારનો હાથ
દેવરાજે ગૌડાએ દાવો કર્યો હતો કે જાતીય શોષણના વીડિયો ધરાવતી પેનડ્રાઈવ બહાર પાડવા પાછળ શિવકુમારનો હાથ હતો. વડાપ્રધાન મોદી કોંગ્રેસનું મુખ્ય નિશાન છે. મને સેક્સ સ્કેન્ડલની તપાસ કરનારી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પર વિશ્વાસ નથી. હું તમામ પુરાવા સીબીઆઈને સુપરત કરીશ. મારા કબજામાં રહેલા વીડિયો જે જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક પોલીસે દેવરાજે ગૌડાની છ દિવસ પહેલા યૌન ઉત્પીડન અને એટ્રોસિટી કેસમાં ધરપકડ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.