બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / diy how to make reach wifi network every section of your home
Vikram Mehta
Last Updated: 06:23 PM, 1 February 2024
ADVERTISEMENT
જ્યારે પણ ઘરમાં WiFi લગાવીએ ત્યારે તેનું રાઉટર એક જગ્યા પર જ રાખવામાં આવે છે. અનેક લોકોના મોઢે સાંભળ્યું હશે કે, ઘરના બાકીના ભાગમાં વાઈફાઈ નેટવર્ક આવતું નથી અથવા સિગ્નલ વીક હોય છે. અહીંયા અમે તમને કેટલીક એવી ટ્રિક્સ જણાવી રહ્યા છીએ, જેથી ઘરના દરેક ખૂણામાં જબરદસ્ત વાઈફાઈ નેટવર્ક મળશે.
રાઉટર યોગ્ય રીતે મુકો- રાઉટર ઘરના સેન્ટરમાં રાખો, જેથી ઘરના દરેક હિસ્સામાં મેક્સિમમ નેટવર્ક મળી શકે. રાઉટર થોડી ઉપરની જગ્યાએ હોય અને એકદમ સરખી રીતે રહે તે રીતે રાખો.
ADVERTISEMENT
WiFi રેન્જ સિસ્ટમનો ઉપયોગ- ઘરમાં વાઈફાઈ નેટવર્કનું કવરેજ વધારવા માટે વાઈફાઈ રેન્જ એક્સટેંડર અથવા મેશ વાઈફાઈ સિસ્ટમનો ઉપયોગ કરો.
હાઈ પર્ફોર્મન્સ રાઉટર અપગ્રેડ કરો- જો તમે તમારા જૂના રાઉટરનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેની તેના પર્ફોર્મન્સ પર અસર થઈ શકે છે. જેથી સારી રેન્જ અને વધુ કેપેસિટી ધરાવતુ પાવરફુલ રાઉટર ખરીદવું તે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે.
WiFi સેટિંગ્સ ઓપ્ટિમાઈઝ- આસપાસના નેટવર્કથી ઈન્ટરફેરેન્સ ઓછું કરવા માટે રાઉટર પર વાઈફાઈ ચેનલ એડજસ્ટ કરો. અનઓથોરાઈઝ્ડ એક્સેસ અને ઈન્ટરફેરેન્સ રોકવા માટે WiFi સિક્યોરિટી ફીચર્સ એનેબલ કરો.
WiFi Repeaterનો ઉપયોગ કરો- વાઈફાઈ સિગ્ન કેપ્ચર કરવા તથા ઘરના અન્ય એરિયામાં નેટવર્ક આવે તે માટે રિબ્રોડકાસ્ટ કરો. રિબ્રોડકાસ્ટ માટે સ્ટ્રેટેજીકલી વાઈફાઈ રિપીટર લગાવો.
પ્રોફેશનલ હેલ્પ લો- આ બધા ઉપાય કર્યા પછી પણ પ્રોબ્લેમ આવી રહી છે, તો તમે કોઈ પ્રોફેશનલનો સંપર્ક કરી શકો છો. જેથી કોઈ પ્રોડક્ટ ખરીદતા પહેલા અથવા પ્લાન અપગ્રેડ કરતા પહેલા નિશ્ચિંત થઈ શકો.
વધુ વાંચો: આ છે કાર લોનથી પણ સસ્તો વિકલ્પ, પરંતુ સિલેક્ટ કરતા આટલું અવશ્ય ધ્યાન રાખજો નહીંતર...
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.