Diwali of Compassion elderly lady from Vadodara feeds poor since last 28 years
Video /
આને કહેવાય સાચી દિવાળી : વડોદરાના નર્મદા બા 28 વર્ષથી ગરીબો માટે જે કામ કરે છે તે જાણીને અભિભૂત થઇ જશો
Team VTV09:18 PM, 14 Nov 20
| Updated: 09:19 PM, 14 Nov 20
વડોદરામાં નર્મદા બા વર્ષોથી સેવારૂપી મહાયજ્ઞ કરી રહ્યા છે, જ્યાં આખો દેશ દિવાળી ઉજવી રહ્યો છે ત્યારે નર્મદા બા ગરીબોના પેટનો ખાડો પૂરવા માટે તેમને જમાડી રહ્યા છે.
નર્મદા બા ગરીબોને કરાવે છે રોજ દિવાળી
ગરીબો માટે ચલાવે છે રામભરોસે અન્નક્ષેત્ર
28 વર્ષથી ગરીબોની કરે છે સેવા
વડોદરાની નર્મદા બા ગરીબોને કરાવે છે રોજ દિવાળી
દિવાળીમાં આખો દેશ પોતપોતાના ઘરમાં પરિવારો સાથે ઉજવણી કરી રહ્યા છે અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે પરંતુ ગરીબોનું કોણ ? તો વડોદરાનાં નર્મદા બા તો આખું વર્ષ આ ગરીબોને દિવાળી કરાવે છે. આ બા રામભરોસે અન્નક્ષેત્ર ચલાવીને ગરીબોના પેટનો ખાડો પૂરે છે.
રોજ 300 ગરીબોને ભરપેટ જમાડે છે નર્મદા બા
દિવાળીનો દિવસ ખૂબ ખાસ છે ત્યારે ગરીબો માટે આજે આ અન્નક્ષેત્ર તરફથી ખાસ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વર્ષોથી આ અન્નક્ષેત્ર ચાલે છે.
ગરીબોને દિવાળીએ જમાડવા એજ સાચી દિવાળી
નર્મદા બાએ VTV સાથે વાતચીતમાં કહ્યું કે આજે 40 વર્ષથી હું સેવા કરી રહ્યું છે, જેને જોઈએ તે આપું છું. કોરોના વાયરસ મુદ્દે તેમણે કહ્યું કે બધા કહે છે કે કોરોના આયો કોરોના આયો પરંતુ મને ક્યારેય કોરોના નડ્યો નથી, હું રોજ સારું સારું જમવાનું બનાઈને ટેમ્પોમાં બેસી જાઉં છું.
આ અન્નક્ષેત્ર સાથે જોડાયેલા સેવકો પણ કહે છે કે આમ સેવા કરવાની ખૂબ મજા આવે છે ત્યારે દિવાળીના દિવસે 300થી વધારે લોકોને નર્મદા બા તરફથી જમાડવામાં આવ્યા હતા.