Diwali is not expensive ! Corona has risen in the wake of the pressure, not on time, today's figures are worrisome
ટેન્શન /
દિવાળી મોંઘી ન પડે ! વાજતે-ગાજતે નહીં,દબાતે પગલે ગુજરાતમાં વધ્યો કોરોના,જાણો આજના આંકડા
Team VTV08:58 PM, 14 Oct 21
| Updated: 09:09 PM, 14 Oct 21
નવરાત્રીના તહેવારોની સિઝનમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સંક્રમણ વધુતું હોય તેમ આંકડાઓ સામે આવી રહ્યા છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 34 કેસ સામે આવતા ચિંતા
નવરાત્રીમાં વધ્યું છે કોરોના સંક્રમણ
રાજ્યમાં નવા 34 કેસ નોંધાયા
સંયમનો અભાવ કે લાપરવાહી ?
ગુજરાતમાં વેક્સીનેશનની ઝડપી પ્રક્રિયા અને ઘણા-ખરા સંયમના કારણે કોરોના સંક્રમણનાં કેસ ઘટતા ચાલ્યા હતા.પરંતુ,નવરાત્રીના તહેવારોની સિઝનમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સંક્રમણ વધુતું હોય તેમ આંકાડાઓ સામે આવી રહ્યા છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 34 કેસ સામે આવતા ચિંતા વધી છે.
રાજ્યનો રીકવરી રેટ 98.75 ટકા
રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ વ્યાપક રીતે ઘટી જતા સામાન્ય દર રહેવા સુધીની સ્થિતિ થઇ હતી.પરંતુ નવરાત્રીના તહેવારો અને નાગરિકોની બહાર ખાણી-પીણીના કથિત કારણોસર સંક્રમણ વધ્યું હોવાનું આંકડાઓ દર્શાવે છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 34 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં જ સાત કેસ નોંધાયા છે.તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓ સાજા થતા, અત્યાર સુધીમાં 8.15.943 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.પરિણામે રાજ્યનો રીકવરી રેટ 98.75 ટકા થયો છે. અત્યારે એક્ટીવ કેસની સંખ્યા 215 છે ,જેમાં 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. અત્યાર સુધીમાં રાજ્યનો મૃત્યુ આંક 10 હજાર 86 એ પહોચ્યો છે.
મંદિરોની ભીડ -સોસાયટીના ટોળા જવાબદાર ?
અત્યાર સુધી એવું મનાતું હતું કે,વેક્સીનેશન પ્રત્યે જાગરૂકતા અને ઝડપી વેક્સીન પ્રક્રિયાના કારણે કેસ ઘટ્યા છે.દરમિયાન,નવરાત્રીના તહેવારોમાં ધાર્મિક સ્થાનકો પર હકડેઠઠ ભીડ જામી છે. પરિણામે,વેક્સીન લેવાઈ ગઈ છે એટલે કોઈ સંક્રમણ નથી થાય,તેવી લાપરવાહી ઉપરાંત હવે કોરોના સંક્રમણ ગયું છે તેવી માનસિકતાના કારણે સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ ધજાગરા ઉડ્યા છે. આ નવરાત્રીના દિવસો પૂર્ણ થતા જ નાગરિકોની લાપરવાહીનો આંકડો બીમારીના રૂપે સામે આવે તો નવાઈ જરા પણ નહિ રહે.
હજુ પણ ચેતજો, બગડી શકે છે દિવાળી
આ નવરાત્રી દરમિયાન જેટલો સંયમ તૂટ્યો છે તેની વિપરીત અસર દીપાવલીના દિવસોમાં દેખા દે તેવી દહેશત અત્યારથી સેવાઈ રહી છે. જે રીતે કોરોના સંકમણના આંકડા વધ્યાં છે તે બિલકુલ ચિંતાનો વિષય છે અને હજુ પણ આગામી દિવસોમાં સાવચેતી જરૂરી છે.રાજ્ય સરકારે શેરી ગરબા અને સોસાયટી ગરબામાં છૂટ આપી હતી પણ સરકારી ગાઈડ લાઈનનું પાલન ક્યાં અને કેટલું થયું છે તે તો ગરબા આયોજકો અને સોસાયટી મેનેજમેન્ટ જ જાણે છે.એટલે અન્ય કોઈને દોષ દેવો તે વાજબી નથી.હજુ પણ સાવચેતી જરૂરી છે.