બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / દિવાળી / SBI બેંકના કરોડો ગ્રાહકોને દિવાળી ગિફ્ટ, લોન સસ્તી કરી, જાણો કેટલો ઘટશે તમારો EMI
Last Updated: 12:30 PM, 18 October 2024
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2024 સુધી એમસીએલઆર ઘટાડવાની જાહેરાત કરી છે. SBIએ એક MCLR ટેન્યોરના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો છે, જ્યારે અન્ય કાર્યકાળના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના MPCએ ઓક્ટોબરની પોલિસી મીટિંગમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હોવા છતાં તેણે પોતાનું વલણ બદલીને ન્યૂટ્રલ કર્યું છે. જે એક સંકેત છે કે આરબીઆઈ ક્યારેક વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. બીજી તરફ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આરબીઆઇનો વેટ કર્યા વિના એમસીએલઆર દરમાં ઘટાડો કર્યો છે. મતલબ કે SBIએ તેના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. જેની અસર હોમ લોન અને અન્ય રિટેલ લોનમાં જોવા મળશે. ચાલો તમને એ પણ જણાવીએ કે સરકારી બેંકે તેના વ્યાજદરમાં કેટલો ઘટાડો કર્યો છે?
ADVERTISEMENT
એસબીઆઇએ એમસીએલઆર દરોમાં ફેરફાર કર્યો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2024 સુધી એમસીએલઆરમાં ઘટાડવાની જાહેરાત કરી છે. એસબીઆઇએ એક એમસીએલઆર ટેન્યોરના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો છે, જ્યારે બાકી ટેન્યોરના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રિવાઇઝ્ડ એમસીએલઆર 15 ઑક્ટોબર 2024થી અમલી બની છે. MCLR આધારિત વ્યાજ દરો 8.20 ટકાથી 9.1 ટકાની રેન્જમાં એડજસ્ટ કરવામાં આવ્યા છે. ઓવરનાઇટ એમસીએલઆર 8.20% છે, જ્યારે એક મહિનાનો દર 8.45% થી ઘટાડીને 8.20% કરવામાં આવ્યો છે, જે 25 બીપીએસનો ઘટાડો છે. છ મહિના માટે એમસીએલઆર 8.85 ટકા નક્કી કરવામાં આવ્યો છે. એક વર્ષનો એમસીએલઆર રિવાઇઝ્ડ કરી 8.95 ટકા કરવામાં આવ્યો છે. બે વર્ષનો એમસીએલઆર 9.05 ટકા અને ત્રણ વર્ષનો એમસીએલઆર 9.1 ટકા છે.
એમસીએલઆર શું છે?
એમસીએલઆરને માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેન્ડિંગ રેટ પણ કહેવામાં આવે છે. આ લઘુત્તમ વ્યાજ દર છે જેના પર બેંકો તેમના ગ્રાહકોને લોન આપી શકે છે. એમસીએલઆરએ આંતરિક બેન્ચમાર્ક છે જેનો ઉપયોગ બેંકો લોન પર વ્યાજ દર નક્કી કરવા માટે કરે છે. હાલમાં SBIનો બેઝ રેટ 10.40 ટકા છે જે 15 સપ્ટેમ્બર 2024થી લાગુ થશે. જો આપણે SBI ના બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ એટલે કે બીપીએલઆર વિશે વાત કરીએ તો તે છેલ્લે 15 સપ્ટેમ્બર 2024 ના રિવાઇઝ કરાયો હતો, જે વાર્ષિક 15.15 ટકા છે.
આ પણ વાંચોઃ છેતરામણી સ્કીમનો ભોગ બનેલા 6 કરોડ લોકો માટે ગુડ ન્યૂઝ, પરત મળશે 50,000 કરોડ રૂપિયા
રેપો રેટ શું છે?
9 ઓક્ટોબરે આરબીઆઇ એમપીસીએ તેની પોલિસી જાહેર કરી હતી. RBIએ સતત 10મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ તેના વલણને ન્યૂટ્રલ કરતી વખતે તે ચોક્કસપણે સંકેત આપે છે કે આરબીઆઈ આવતા મહિનાઓમાં ચોક્કસપણે વ્યાજ દરોમાં ઘટાડો કરશે. હવે જ્યારે દેશની સૌથી મોટી સરકારી બેંકે તેના એમએલસીઆરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે, ત્યારે અટકળો લગાવવામાં આવી રહી છે. હાલમાં રેપો રેટ 6.50 ટકા છે. મે 2022થી ફેબ્રુઆરી 2023 સુધી આરબીઆઈએ પોલિસી રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો હતો. ત્યારપછી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.