બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / બોલિવૂડ / Diwali celebrations at Britain's PM House: Bollywood actors including Akshay Kumar join in, Rishi Sunak lights Deepak
Megha
Last Updated: 01:26 PM, 12 November 2023
ADVERTISEMENT
દિવાળીનો તહેવાર, માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. એવામાં ભારતીય મૂળના બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે પણ 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પત્ની અક્ષરા સાથે દિવાળીની ઉજવણી કરી હતી. સાથે જ તેમણે સમગ્ર વિશ્વના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
UK Prime Minister tweets, "Tonight Prime Minister Rishi Sunak welcomed guests from the Hindu community to Downing Street ahead of Diwali – a celebration of the triumph of light over darkness. Shubh Diwali to everyone across the UK and around the world celebrating this weekend!"… pic.twitter.com/Y706MltBc5
— ANI (@ANI) November 8, 2023
ADVERTISEMENT
સુનકે પોતાને એક શ્રદ્ધાળુ હિંદુ તરીકે વર્ણવતા કહ્યું કે તેને આશા છે કે તે જાતીય અને સાંસ્કૃતિક વિવિધતાનો અદ્ભુત તહેવાર હોઈ શકે છે. એમને કહ્યું કે "દીવડાઓના પ્રકાશ સાથે, આ એક ક્ષણ હોવી જોઈએ જ્યારે આપણે ઉજ્જવળ આવતીકાલની રાહ જોઈ રહ્યા છીએ, વડાપ્રધાન તરીકે હું વસ્તુઓ સુધારવા માટે પ્રતિબદ્ધ છું. "
જણાવી દઈએ કે આ અઠવાડિયે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળી સેલિબ્રેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બોલિવૂડ કલાકારોએ પણ ભાગ લીધો હતો. અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના અને પ્રીતિ ઝિન્ટા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પછી, શનિવારે વડા પ્રધાનના નિવાસસ્થાનને ફૂલો અને દીવાઓથી શણગારવામાં આવ્યું હતું. રંગોળી બનાવવામાં આવી હતી. નોંધનીય છે કે ઋષિ સુનક બ્રિટનના પહેલા હિન્દુ વડાપ્રધાન છે અને તેમને આ પદ સંભાળ્યાને એક વર્ષ થઈ ગયું છે.
Great to see some big stars coming together for the #Diwali celebrations. 🪔@RishiSunak @akshaykumar @mrsfunnybones @realpreityzinta @NavinKundra @10DowningStreet #AkshayKumar #TwinkleKhanna #PreituZinta #NavinKundra pic.twitter.com/GcnTdLL06Q
— Asians UK (@AsiansUK) November 10, 2023
બ્રિટનના વડાપ્રધાન બન્યા બાદ ઋષિ સુનકની હિન્દુ તરીકે આખી દુનિયામાં ચર્ચા થઈ હતી. બીજી તરફ, સુનક ઘણીવાર જાહેરમાં પોતાને હિંદુ હોવા પર ગર્વ કરે છે. G20 કોન્ફરન્સ માટે ભારત આવ્યા બાદ પણ તેમણે કહ્યું હતું કે તેમને તેમની હિંદુ ઓળખ પર ગર્વ છે. સુનકે કહ્યું હતું કે, હું ગૌરવપૂર્ણ હિંદુ છું. એ રીતે જ મારો ઉછેર થયો છે. રક્ષાબંધન પર મારી બહેનોએ મને રાખડી બાંધે છે અને અમે બધા તહેવાર ઉજવીએ છીએ.' તમને જણાવી દઈએ કે ભારતની મુલાકાત દરમિયાન સુનકે અક્ષરધામ મંદિરની મુલાકાત પણ લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.