બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / diwali 2022 home remedies for firecracker burns

તમારા કામનું / દિવાળીમાં ફટાકડા ફોડતા દાઝી જવાય તો તરત કરો આટલું કામ, આ ઘરગથ્થુ ઉપાય આપશે રાહત

Arohi

Last Updated: 04:27 PM, 24 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી પર ફટાકડા ફોડવાનો ઉત્સાહ અલગ જ હોય છે અને આપણે ભૂલી જઈએ છીએ કે તે ખતરનાક પણ હોઈ શકે છે. ક્યારેક આપણે ફટાકડા ફોડવાથી દાઝી જઈએ છીએ અથવા ઈજાગ્રસ્ત પહોંચે છે. એવામાં આ ઘરગથ્થુ ઉપાય તમારા ખૂબ કામ આવશે.

  • દિવાળી પર ફટાકડા ફોડતી વખતે રાખો ખાસ ધ્યાન 
  • દાઝી જવાય તો કરો ફક્ત આટલા કામો 
  • આ ઘરગથ્થુ ઉપાયો આવશે કામ 

દિવાળી રોશનીનો તહેવાર છે અને ક્યારેક ફટાકડા ફોડવાના ઉત્સાહમાં આપણે ભૂલી જઈએ છીએ કે તે જોખમી પણ હોઈ શકે છે. જો તમે અથવા તમારી નજીકની કોઈ વ્યક્તિ તહેવાર દરમિયાન દાઝી ગઈ હોય અથવા ઘાયલ થઈ જાય તો જાણો ફટાકડા ફોડતી વખતે દાઝવાના કારણે થતી બળતકાથી કઈ રીતે બચી શકાય જાણો. 

ફટાકડા ફોડતી વખતે તમે ગમે તેટલા સાવચેત રહો, છતાં પણ ક્યારેક અકસ્માતો થઈ જાય છે. ચાલો જોઈએ કે તમે દાઝી જવા પર શુ કરી શકો છો. 

દિવાળી પર ફટાકડા ફોડતી વખતે દાઝી જવાય તો શું કરવું? 
ઠંડુ પાણી 

જો કોઈ વ્યક્તિ સામાન્ય દાઝી ગયું હોય તો દાઝી ગયેલા ભાગને ઠંડા પાણીમાં બોળો. તેનાથી બળતરા, સોજો અને ડાઘા પડવાનો ખતરો ઓછો થઈ શકે છે. 

પાટો બાંધો 
સળગતી જગ્યા પર પાટો બાંધો. ઘાને ઢાંકીને રાખવાથી ઘા ઝડપથી રૂઝાય છે.

એલોવેરા 
એલોવેરા બળી ગયેલી ત્વચા પર અદભૂત કામ કરી શકે છે. એલોવેરા ફર્સ્ટ-ડિગ્રી બર્નની સારવાર માટે ઉત્તમ છે. એલોવેરાના એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણધર્મો બર્ન વિસ્તારની આસપાસ બર્ન એરિયાની આસપાસ સર્ક્યુલેશનને વધારી દે છે. જે તે વિસ્તારમાં બેક્ટેરિયાના વિકાસને પ્રતિબંધિત કરે છે અને તમને સંક્રમણથી બચાવે છે.

મધ
હળવાથી મધ્યમ દાઝેલા ઘા પર મધને ઉપયોગ સંપૂર્ણપણે સલામત છે. તે એન્ટી ઈન્ફ્લેમેટરી  અને એન્ટિ-બેક્ટેરિયલ પ્રકૃતિનું હોય છે અને ફર્સ્ટ-ડિગ્રી બર્ન્સને મેનેજ કરવામાં મદદ કરે છે.

નાળિયેરનું તેલ
નાળિયેરનું તેલ દરેક વસ્તુ મટાડતું નથી. પરંતુ તે ચોક્કસપણે મદદ કરી શકે છે. નાળિયેર તેલમાં વિટામિન E હોય છે, જે ત્વચા પર બર્ન પછીના ડાઘ સાથે કામ કરવા માટે એક સારો વિકલ્પ છે.

લવંડરનું તેલ
લવંડરના તેલમાં એનાલજેસિક અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે અને તે સામાન્ય બર્નની સારવારમાં મદદ કરે છે. તે ઝડપથી સાજા થવામાં પણ મદદ કરે છે.

ટી ટ્રી ઓઈલ 
ટી ટ્રી ઓઈલ એન્ટિસેપ્ટિક, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને અનાલ્જેસિક ગુણધર્મોથી ભરપૂર હોય છે. જે સામાન્ય બર્નમાં રાહત આપે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Diwali 2022 Home Remedies firecracker firecracker burns   દિવાળી 2022 ફટાકડા Diwali 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ