GOOD NEWS / દિવાળીના સપરમાં દહાડાઓમાં અમદાવાદીઓ માટે સારા સમાચાર

Diwali 2020 property tax in Ahmedabad

મ્યુનિ. કોર્પોરેશન માટે ઓક્ટ્રોય બાદ આવકનો એકમાત્ર સ્રોત પ્રોપર્ટી ટેક્સ ગણાય છે. કોરોના મહામારીના કારણે પ્રોપર્ટી ટેક્સ આવકની ગાડી પાટા પરથી ઊતરી ગઇ હતી, જોકે ચાલુ નવેમ્બર મહિનાથી મ્યુનિ. તિજોરીમાં ટેક્સબિલના વિતરણથી રોજેરોજ રૂ.બે કરોડ ઠલવાઇ રહ્યા છે. અત્યાર સુધીમાં તંત્રને રૂ.૬૧૦ કરોડની આવક થઇ ચૂકી છે, જોકે કોરોના ઇફેક્ટ તરીકે સત્તાધીશો આર્થિક મંદીની ઝાળથી દાઝેલા વેપારીઓ પર બાકી પ્રોપર્ટી ટેક્સબિલને લઇ કાયદાનો દંડૂકો ઉગામવાના નથી. બીજા અર્થમાં વેપારીઓ મોકળાશથી તેમનો વેપાર દિવાળીના આ સપરમા દિવસોમાં કરી શકશે.

બ્રેકિંગ ન્યૂઝ