જૂનાગઢ / સાસણમાં માલણકા પુલ ધરાશાયી થતા હવે R&B દ્વારા શરૂ કરાઇ કામગીરી, 10 દિવસમાં તૈયારથશે ડાયવર્ઝન

જૂનાગઢમાં સાસણ માલણકામાં પુલ ધરાશાયી થવાની ઘટના બની હતી. અને જેને લઈને સ્થાનિકોએ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે હાલ R & B વિભાગે કામગીરી શરૂ કરી છે. R & B વિભાગ દ્વારા ડાઈવર્ઝન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 10 દિવસમાં ડાઈવર્ઝન તૈયાર થઈ જશે. જો કે ગ્રામજનોએ પણ અલગથી રસ્તો બનાવ્યો છે.. ગ્રામજનોએ સ્વખર્ચે બનાવેલો રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો છે. પુલ ધરાશાયી થવાથી માલણકા ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ધરાશાયી થયેલા પુલ પરથઈ પસીર થવામાં નદીમાં રહેલા મગરનો ભય પણ છે .ત્યારે હવે 7 દિવસ બાદ તંત્ર દ્વારા આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ