Diversion of traffic on a well known road in Ahmedabad for the U20 meeting
નિર્ણય /
U20 બેઠકને લઈ અમદાવાદના જાણીતા રોડ પર ટ્રાફિકને અપાયો ડાયવર્ઝન, આજથી 11 ફેબ્રુઆરી સુધી રસ્તો રહેશે બંધ, જાહેરનામું જાહેર
Team VTV04:56 PM, 08 Feb 23
| Updated: 05:53 PM, 08 Feb 23
અમદાવાદમાં U20 બેઠકને લઈને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે નોટિફિકેશન જારી કરી સિંધુ ભવન રોડ ટ્રાફિક માટે બંધ કર્યો છે.
U20 બેઠકને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ
આજથી અમદાવાદનો સિંધુ ભવન રોડ શનિવાર સુધી ટ્રાફિક માટે બંધ
તાજ સ્કાયલાઇન ખાતે યોજાનારી બેઠકને લઈ નિર્ણય
અમદાવાદમાં આગામી તા. 9-10 ફેબ્રુઆરીએ U-20 અંતર્ગત સિટી શેરપા મિટીંગ અને જુલાઇ-ર૦ર૩માં U-20 મેયર્સ સમિટ યોજાશે. ત્યારે U20 બેઠકને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે આજથી અમદાવાદના સિંધુ ભવન રોડ શનિવાર સુધી ટ્રાફિક માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તાજ સ્કાયલાઇન ખાતે યોજાનારી બેઠકને લઈ નિર્ણય લેવાયો છે. આ મામલે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે નોટિફિકેશન જાહેર કર્યું છે. ટોરફેન્સ્ટર સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડથી તાજ સ્કાયલાઈન વચ્ચેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે 8 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી માર્ગ બંધ રહેશે. ઉલ્લેખનિય છે કે આ બેઠકને પગલે અમદાવાદ શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન તરીકે પણ જાહેર કરાયું છે. એટલે કે ડ્રોન ઉડાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
અર્બન-20 લોગો-વેબસાઇટ-વેલકમ સોંગનું ગઈકાલે થયું હતું લોન્ચીંગ
અમદાવાદમાં યોજાનારી અર્બન-20 લોગો-વેબસાઇટ-વેલકમ સોંગનું ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, G-20 દેશોના શહેરો-મહાનગરોના કલાયમેટ ચેન્જ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ, એફોર્ડેબલ હાઉસીંગ અને સર્વગ્રાહી સામાજીક વિકાસના વિવિધ મુદ્દાઓ પર વૈચારિક આદાન-પ્રદાન માટે અર્બન-20 સાયકલ ગ્લોબલ પ્લેટફોર્મ પુરૂં પાડશે. વિઝનરી ગ્લોબલ લીડર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતમાં યોજાનારી G-20 સમિટના ઉપલક્ષ્યમાં અમદાવાદને આંગણે યોજાનારા અર્બન-20 સમિટના લોગો તથા વેબસાઇટ અને સોશિયલ મિડીયા હેન્ડલ્સ તથા વેલકમ સોંગ લોન્ચીંગ કર્યું હતું.
U20 બેઠકને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ, આજથી અમદાવાદનો સિંધુ ભવન રોડ શનિવાર સુધી ટ્રાફિક માટે બંધ, ટોરફેન્સ્ટર સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ થી તાજ સ્કાયલાઈન વચ્ચેનો રસ્તો બંધ, અમદાવાદ શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન તરીકે પણ કર્યું જાહેર #Gujarat#Ahmedabad#U20Summit#VtvGujaratipic.twitter.com/uZE9fnmkJR
વસુધૈવ કુટુંબકમ-એક ધરતી, એક પરિવાર-એક ભવિષ્ય’ના વિષયવસ્તુ સાથેની આ G-20 સમિટથી વડાપ્રધાનએ વિશ્વ સમુદાયને ભારતીય સંસ્કૃતિ અને સદાચારનો પરિચય કરાવ્યો છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. તેમણે જણાવ્યું કે, શહેરી ક્ષેત્ર હોય કે ગ્રામીણ, આપણે એક પરિવાર ભાવથી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને લઇને વિકાસ રાહે આગળ વધ્યા છીયે. આ સંદર્ભમાં અમદાવાદમાં યોજાનારી U-20 સાયકલ વધુ પ્રસ્તુત બની રહેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો. અમદાવાદમાં ૯-૧૦ ફેબ્રુઆરી 2023 ના રોજ સિટી શેરપાની શરૂઆતની મીટિંગ, વિષયોની ચર્ચાઓ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે.
— Ahmedabad Police 👮♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) February 7, 2023
જુલાઇ-2023માં U-20 મેયર્સ સમિટ પણ યોજાશે
G-20 દેશો ઉપરાંત, C40, UCLG સભ્ય શહેરો અને નિરીક્ષક શહેરોના મેયર અને પ્રતિનિધિઓ આ કાર્યક્રમોમાં ભાગ લેશે. G20 દેશોના 59 શહેરોના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહેશે. ‘વસુધૈવ કુટુમ્બકમ-વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ની ભારતની G-20 થીમ સાથે સુસંગત અમદાવાદમાં યોજાનારી U-20 શહેર સ્તરની ક્રિયાઓ એકબીજા સાથે જોડાયેલી અને સહિયારા ભવિષ્યને રેખાંકિત કરતા કાયમી હકારાત્મક વૈશ્વિક પરિણામો લાવી શકે છે તે બાબત પર કેન્દ્રીત હશે. આ અર્બન-20 સાયકલ જટિલ શહેરી મુદ્દાઓના સમાધાન માટે યોગ્ય નીતિ નિર્ધારણની દિશામાં રોડમેપ તૈયાર કરશે તથા સમિટમાં સહભાગી શહેરોની આકાંક્ષા પ્રતિબિંબિત કરશે. આ સંદર્ભનો એક દસ્તાવેજ U-20 સમિટના યજમાન શહેર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાશે.