Diu Daman drink and Drive case cancel driving license
કાર્યવાહી /
દીવ-દમણ કે ગોવામાં દારૂ પીવા જતાં લોકો ચેતી જજો! નહીંતર પસ્તાશો
Team VTV04:27 PM, 08 Feb 20
| Updated: 05:29 PM, 08 Feb 20
ગુજરાતીઓને દીવ-દમણ કે ગોવા જવા માટે ભલે મોજમસ્તી માટે વેકેશન માણવાનું સારું લાગતું હોય, પરંતુ ક્યારેક દારૂ અને દરિયો જોઇ ભાન ભૂલશો તો પસ્તાશોનો વારો આવશે. દીવ અને ગોવામાં ભાડે મળતાં વાહન લઇ બેફામ સ્પીડે વાહન ચલાવતાં યુવાઓએ ચેતી જવું પડશે. કારણ કે...
દીવ અને દમણમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસ નોંધાશે
નિયમો ભંગ કરશો તો ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થશે
દીવ-ગોવામાં કેટલી સ્પીડથી વાહન ચલાવવું તે નક્કી છે
ગોવામાં ઓવરસ્પીડ કે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસ થશે કે તરત જ તેની જાણ ગોવા પોલીસ આરટીઓ વિભાગને કરશે અને જે તે વ્યક્તિનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા માટે ભલામણ કરી દેશે. જેના કારણે લાઇસન્સ રદ્દ થઇ શકે છે. આ જ રીતે દીવ અને દમણમાં પણ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસ નોંધાશે તો પણ જે તે આરટીઓને ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની ભલામણ કરવામાં આવશે.
દીવ-ગોવામાં કેટલી સ્પીડથી વાહન ચલાવવું તે નક્કી છે
અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર દર મહિને પાંચથી દસ કેસની ભલામણના આધારે શહેરના આરટીઓમાં પાંચથી વધુ જેટલાં લાઇસન્સ સસ્પેન્ડ કરાયાં છે. ગોવાના દરેક ઝોનમાં કેટલી સ્પીડ પર વાહન ચલાવવું તે નક્કી થયેલ છે, પરંતુ ક્યારેક ડ્રિન્ક કરેલાં યુવાઓ આ નિયમના અમલીકરણનું ભાન રાખતાં નથી, જેનાથી જ્યારે તેમને ત્યાંની પોલીસ પકડે ત્યારબાદ તેમનાં લાઇસન્સ રદ કરવા માટે આરટીઓને પત્ર લખાય છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ કે છ મહિના માટે સસ્પેન્ડ થશે
આરટીઓ સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને અન્ય સ્થળોએ કે રાજ્યમાં જ આવી ફરિયાદ મળવાથી જે તે વાહનચાલક કે માલિકની અપીલને સાંભળવામાં આવે છે અને ત્યારબાદ તેમનાં ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના કે છ મહિના જેવી મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. ગોવાથી આવતી ફરિયાદોનું પ્રમાણ વધુ રહે છે.
ઉલ્લેખનીય છે કે આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે તેની ઓનલાઇન એન્ટ્રી પડવાથી વિદેશ જનારા માટે મુશ્કેલી સર્જાઇ શકે છે. કેટલાક કેસમાં ફરી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવડાવવામાં આવે છે, જ્યારે ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થવાની બાબત અત્યંત ગંભીરતાથી લેવાય છે.