બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:57 PM, 6 November 2024
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીમાં મોટો ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે હિમાચલ પ્રદેશમાં જિલ્લા અને બ્લોક એકમોની સાથે સમગ્ર રાજ્ય કોંગ્રેસ સમિતિ (પીસીસી) એકમને તાત્કાલિક અસરથી વિસર્જન કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને કારણે કોંગ્રેસે આ કાર્યવાહી કરી છે. આ પગલાને પાર્ટીના હિમાચલ એકમનું પુનર્ગઠન કરવાની કોંગ્રેસની યોજનાના ભાગ રૂપે જોવામાં આવી રહ્યું છે. પહાડી રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની ત્યારથી પીસીસીમાં કોઈ ફેરફાર થયો નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ પહેલાથી જ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્ય બની ચૂક્યા છે, જે પાર્ટીની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની પત્ની સિંહને 2022માં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. AICC મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષે તાત્કાલિક અસરથી હિમાચલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સમગ્ર પીસીસી, જિલ્લા પ્રમુખો અને બ્લોક કોંગ્રેસ સમિતિઓને વિસર્જન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
વધુ વાંચો : લગ્ન અમાન્ય થઈ જાય તો પણ બાળકોનો રહે છે પૂરો અધિકાર', હાઈકોર્ટનો મોટો ચુકાદો
તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશ કોંગ્રેસ જૂથવાદથી પીડિત છે, જે ફેબ્રુઆરીમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન જોવા મળી હતી, જ્યારે સત્તાધારી કોંગ્રેસના ઉમેદવાર અભિષેક સિંઘવી ભાજપના હર્ષ મહાજન સામે ચૂંટણી હારી ગયા હતા કારણ કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ તેમની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું . આ પછી તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.