તૂટી શકે છે તામિલનાડુ સરકાર! 18 MLA મુદ્દે HC આપશે ચુકાદો, દિનાકરણના ઘરે બેઠક...

By : hiren joshi 12:14 PM, 14 June 2018 | Updated : 12:14 PM, 14 June 2018
નવી દિલ્હીઃ તામિલનાડુમાં ગયા વર્ષે AIADMKની ઈ.પલાનીસ્વામી સરકાર પાસેથી સમર્થન પાછુ ખેંચનારા ટીટી દિનાકરણના જૂથના 18 ધારાસભ્યોની કિસ્તમનો આજે નિર્ણય આવશે.

આ તમામ ધારાસભ્યોને વિધાનસભાના સ્પીકરે ગેરલાયક ઠેરવ્યા હતા. જે બાદ તેઓએ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી. 

તો કોર્ટના નિર્ણયની અસર રાજ્ય સરકાર પર થઈ શકે છે. જો મદ્રાસ કોર્ટ સ્પીકરના નિર્ણયને ખોટો ઠેરવશે તો વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થઈ શકે છે. જેનાથી ઈ. પલાનીસ્વામીને પોતાનું સંખ્યાબળ મજબૂત કરવામાં મુશ્કેલી ઉભી થઈ શકે છે.

ચર્ચાઈ રહ્યું છે કે, AIADMKના ધારાસભ્યો પલટી મારી શકે છે. જો કોર્ટ સ્પીકરના નિર્ણયને યોગ્ય ઠેરવશે તો આ તમામ 18 વિધાનસભાઓની સીટ પર ફરીથી ચૂંટણી થઈ શકે છે. જો બે જજોની બેંચ કોઈ નિર્ણય ના લે તો ત્રણ જજોની બેંચ પાસે આ મામલો જઈ શકે છે.

નિર્ણય પહેલા મુખ્યમંત્રી પલાનીસ્વામીના ઘરે મોટા નેતાઓની બેઠક ચાલી રહી છે. પલાનીસ્વાનીને વિશ્વાસ છે કે તે સરળતાથી બહુમત મેળવી લેશે. જો નિર્ણય AIADMK વિરૂદ્ધ નિર્ણય આવે છે તો તેના પર પણ વાત કરી શકાય છે. બીજી તરફ, દિનાકરણે પણ પોતાના 18 ધારાસભ્યોની મીટિંગ બોલાવી લીધી છે. બપોરના 1 વાગ્યા સુધી તમામ ધારાસભ્યો તેમના ઘરે રોકાશે.

હાલની તામિલનાડુ વિધાનસભાની સ્થિતિ?

કુલ સંખ્યા - 234
ડીએમ કે - 98
ટીટીવી દિનાકરણ - 1+18(જેના પર મદ્રાસ હાઇકોર્ટ નિર્ણય લેશે)
એઆઇઇડીએમકે - 114
જો દિનાકરણ અને ડીએમકે સાથે આવશે તો?
ડીએમક - 98 + દિનાકરણ - 19 = 117Recent Story

Popular Story