disproportionate assets acb books 29 employees of government of gujarat
કાર્યવાહી /
ગુજરાતમાં ACBનો સપાટો, એક ઝાટકે 29 સરકારી કર્મચારીઓ પર કાર્યવાહી, જુઓ કોણ-કોણ
Team VTV09:52 PM, 30 Nov 20
| Updated: 09:54 PM, 30 Nov 20
મોદી સરકાર દ્વારા દેશમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા 11 મહિના દરમિયાન વધુ ગેર કાયદે સંપત્તિ ધરાવવાના આરોપમાં ગુજરાતના 29 કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે આ મામલા અંગેની જાણકારી આજરોજ ACB દ્વારા જાહેર કરવામાં આવી હતી.
ગુજરાતમાં ACBનો સપાટો
એક ઝાટકે 29 સરકારી કર્મચારીઓ પર કાર્યવાહી
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયો ગુનો
ઉલ્લેખનીય છે કે, એસીબીએ સોમવારે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું જેમાં 29 કર્મચારીમાં ત્રણ વર્ગ એકના અને 8 અધિકારીઓ વર્ગ 2નના છે જ્યારે 18 કર્મચારી વર્ગ ત્રણના હોવાનું જણાવવામાં આવ્યું છે.
40.47 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ ઝડપાઇ
ACBએ વધુમાં જણાવ્યું હતું કે, કથિત રીતે આવક કરતા વધુ સંપત્તિ જેમાં જમીન અને ઘરનો સમાવેશ થાય છે હાલ જેની બજાર કિંમત 40.47 કરોડ રૂપિયા જેટલી છે. ACBએ વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે મળેલી જાણકારીને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 8 આરોપીઓ બંધ થઇ ચૂકેલા ગુજરાત ભૂમિ વિકાસ નિગમના પૂર્વ કર્મચારીઓ રહી ચૂકેલા છે. અન્ય આરોપી શહેરી વિકાસ વિભાગ, રાજસ્વ, સિંચાઇ, PWD, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પોલીસ, શિક્ષા, વન અને પર્યાવરણ, સ્વાસ્થ્ય, ખાણખનીજ વિભાગો સાથે સંકળાયેલા છે.
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયો ગુનો
પ્રેસનોટ પ્રમાણે, આ કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને બેનામી સંપત્તિ ટ્રાંઝેક્શન પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. દરમિયાન એસીબીએ સોમવારે સિંચાઈ વિભાગના વર્ગમાંથી નિવૃત્ત ઇજનેર કાળુભાઇ રામ સામે સોમવારે 1.38 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ વસૂલવા બદલ કેસ દાખલ કર્યો હતો. આ તેની આવકના જાણીતા સ્ત્રોતો કરતા 97.71 ટકા વધારે છે. થોડા વર્ષો પહેલા નિવૃત્ત થયેલા રામે 2005 અને 2013 ની વચ્ચે તેમની સેવા દરમિયાન 22 લાખ રૂપિયા તેમના બેંક ખાતાઓમાં જમા કરાવ્યા હતા.