બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / disha vakani works in B grade films before tarak maheta

TV / દયાબેનને કામ કરવાનુ મહેનતાણુ પણ નહોતુ મળતું, તારક મહેતા.. પહેલા કરતા હતા આ કામ

Last Updated: 11:56 AM, 17 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નામ સાંભળો એટલે ચહેરા પર એક હાસ્ય આવી જાય, સૌથી પહેલા તમારા મનમાં જેઠાલાલ અને દયાની તૂતૂ-મેમે સંભળાવા લાગે. બસ આ જ સફળતા છે દિશા વાકાણી એટલે કે દયા બેનની. જે દયા બેનનો જન્મદિવસ છે ત્યારે અમે તમને જણાવીશું કે તારક મહેતા.. પહેલા દિશા વાકાણી શું કામ કરતા હતા.

  • દિશા વાકાણીનો જન્મદિવસ
  • દયાબેનથી ઘરે ઘરે થયા પ્રખ્યાત
  • શૉ પહેલા કરતા હતા થિયેટર

દિશા વાકાણીને કોઇ પણ તેમના નામથી નથી ઓળખતું, સમગ્ર દેશ તેમને દયા બેનના નામે ઓળખવા લાગ્યો છે. લોકો તેમની બોલવાની, હસવાની સ્ટાઇલને કોપી કરવાનો પ્રયત્ન કરતા રહે છે. આ કોમેડી ક્વીનને સફળતાની સીડી મળી તારક મહેતા.. શૉથી. 

2008માં તારક મહેતા.. શૉ શરૂ થયો અને દિશાની દયા બનવાની સફર પણ ત્યારે જ શરૂ થઇ. 2008 પહેલા દિશાએ જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. આ શૉ પહેલા ખાસ કોઇ તેમને ઓળખતુ ન હતું. 

ગુજરાતના અમદાવાદમાં જન્મેલી દિશાએ થિયેટર થકી એક્ટિંગક્ષેત્રમાં પગ મૂક્યો હતો પરંતુ ત્યાં પણ તેમનો અનુભવ કંઇ ખાસ   ન રહ્યો અને પ્રસિદ્ધિ પણ ન સાંપડી. 

દિશાના કહેવા અનુસાક કેટલીક વાર તો કામ કર્યાના પૈસા પણ નહોતા મળતા. ક્યારેક પૈસા મળી જાય તો કામ એકદમ બકવાસ હોય પરંતુ ત્યારે દિશા એટલી લોકપ્રિય નહોતી કે તે તેમની પસંદનું કામ કરી શકે. 

બસ આ જ કારણે દિશાએ 1997માં એક બી-ગ્રેડ ફિલ્મ સાઇન કરી લીધી. ફિલ્મનું નામ હતું કમસિન ધ અનટચ્ડ. તે ફિલ્મમાં દિશાને એક એવા અવતારમાં જોવામાં આવી જેવું ક્યારેય તમે વિચાર્યુ પણ ન હોય. તેમનુ કેરેક્ટર ઘણું જ બોલ્ડ હતુ. 

ઘણીવાર ભૂતકાળમાં કરેલા કામ તમને હેરાન કરતા હોય છે પરંતુ દિશા પોતાની લાઇફને ળઇને ખૂબ પોઝીટીવ છે. તે કહે છે કે મુશ્કેલ સમયમાંથી પણ કંઇક શીખતા રહેવું જોઇએ. 

તેમની મહેનત રંગ લાવી અને તારક મહેતા...શૉ તેમને ઑફર થયો. સતત 9 વર્ષ કામ કર્યા બાદ તેમણે શૉમાંથી બ્રેક લીધો. બ્રેકનું કારણ તેમની દીકરીને માનવામાં આવે છે પરંતુ એવા પણ સમાચાર હતા કે દિશા અને મેકર્સ વચ્ચે કેટલાક મતભેદ રહ્યાં હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Dilip Joshi Disha Vakani તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દયાબેન બી-ગ્રેડ ફિલ્મ television
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ