દિશાના કપડાં જોઈને લાગી રહ્યું હતું કે તે પણ કમ્ફર્ટેબલ નથી અને જ્યારે તે ચાલતી હતી ત્યારે તે ડ્રેસને એક હાથથી સંભાળતી જોવા મળી હતી. ફોટોશૂટ દરમિયાન પણ તેના ચહેરા પર બેચેનીનો ભાવ જોવા મળી રહ્યો હતો.
દિશાનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે
દિશા પટણી સિદ્ધાર્થ-કિઆરાના વેડિંગ રિસેપ્શનમાં પહોંચી હતી
ફોટોશૂટ દરમિયાન પણ તેના ચહેરા પર બેચેની જોવા મળી
બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટણી સિદ્ધાર્થ-કિઆરાના વેડિંગ રિસેપ્શનમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે સિમરી થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું. તેના વાળ ખુલ્લા હતા. તેણે હાઈ હીલ્સ પણ પહેરી હતી. જોકે તેના કપડાં જોઈને લાગી રહ્યું હતું કે તે પણ કમ્ફર્ટેબલ નથી અને જ્યારે તે ચાલતી હતી ત્યારે તે ડ્રેસને એક હાથથી સંભાળતી જોવા મળી હતી. ફોટોશૂટ દરમિયાન પણ તેના ચહેરા પર બેચેનીનો ભાવ જોવા મળી રહ્યો હતો.
દિશા પટની ઓપ્સ મોમેન્ટનો શિકાર બની
ફોટોગ્રાફર માનવ મંગલાનીએ વિડિયો શેર કર્યો અને લખ્યું છે, 'દિશા પટણી સિદ્ધાર્થ મલ્હોત્રા કિઆરા અડવાણીના વેડિંગ રિસેપ્શનમાં.' તેમનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને હજારો લાઈક મળી છે. દિશાના ચાહકો આ વિડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને લાગી રહ્યું છે દિશા ઓપ્સ મોમેન્ટનો શિકાર બની છે. દિશા પટણીની અનકમ્ફોર્ટેબલ ડ્રેસ પર ઘણા લોકોએ ધ્યાન આપ્યું
ઘણા લોકોનું ધ્યાન દિશા પટણીના અનકમ્ફર્ટેબલ ડ્રેસ પર પણ ગયું છે. ઘણા લોકોએ લખ્યું છે, ' લગ્નના રિસેપ્શનમાં આવો ડ્રેસ પહેરીને કેમ આવી. એક યૂઝર્સે લખ્યું, 'તેણે લગ્નના રિસેપ્શનને સ્વિમવિયર કેલેન્ડર લૉન્ચ સમજી લીધુ. અન્ય એક યૂઝર્સે લખ્યું છે 'તે લગ્નના રિસેપ્શન આવી છે કે મેટ ગાલામાં. બીજા એક યૂઝર્સે લખ્યું, 'તે ક્યારેય પણ થાઈ બતાવ્યા વગર રહી શકે નહીં. આ બોલિવૂડની ઉર્ફી છે. કોઈ મોટી વાત નથી ટાઈગર શ્રોફે તેની સાથે બ્રેકઅપ કરી લીધુ. અન્ય એકે લખ્યું જો તમે ડ્રેસ પહેરી અનકમ્ફર્ટેબલ રહો તો શું મતલબ છે ડ્રેસ પહેરવાનો ? અન્ય યૂઝર્સે લખ્યું ખૂબ જ અનકમ્ફર્ટેબલ છે.