બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / નવી બીમારી Disease Xનો ખતરો! નથી દેખાતા કોઈ લક્ષણ, બાળકો બની રહ્યા છે શિકાર
Last Updated: 05:34 PM, 10 December 2024
હાલમાં બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં એક બિમારી ફેલાઈ રહી છે જેનું નામ છે X. જે આફ્રિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ બીમારીના કારણે 140 થી વધુ દર્દીઓના મોત થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને 7 મહિના પહેલા આ રોગ વિશે ચેતવણી આપી હતી. આ રોગ વિશે ઘણી ઓછી માહિતી ઉપલબ્ધ છે, જેના કારણે ઘણા લોકો તેના વિશે જાણતા નથી. આવી સ્થિતિમાં આવો જાણીએ આ રોગ કેટલો ખતરનાક છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
રોગ X વિશે વધુ માહિતીના અભાવને કારણે તેનું કોઈ ચોક્કસ નામ આપવામાં આવ્યું નથી. એવું માનવામાં આવે છે કે આ કોઈ પ્રકારના વાયરસને કારણે હોઈ શકે છે. આ બીમારી વર્ષ 2018માં પહેલીવાર ચર્ચામાં આવી હતી. પરંતુ તે પછી જ કેટલાક વિસ્તારોમાં લોકો ફલૂ જેવા લક્ષણો દર્શાવતા હતા.
સેન્ટ્રલ આફ્રિકામાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં રોગ Xના મોટાભાગના કેસો જોવા મળ્યા છે. આ રોગનો સૌથી વધુ ભોગ બાળકો બન્યા છે. આફ્રિકન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન કહે છે કે અત્યાર સુધીમાં નોંધાયેલા 386 કેસમાંથી લગભગ 200 દર્દીઓ બાળકો છે. જેમની ઉંમર 5 વર્ષથી ઓછી છે. આ રોગ ફેલાવવાનું કારણ શું છે તે હજુ સ્પષ્ટ નથી. એવું માનવામાં આવે છે કે તેનું ટ્રાન્સમિશન એકથી બીજામાં થાય છે. તે શ્વાસ દ્વારા ફેલાય છે. આને રોકવા માટે WHO દ્વારા આફ્રિકામાં કેટલીક દવાઓ મોકલવામાં આવી છે, પરંતુ આ રોગ તબાહી મચાવે તેવી આશંકા છે.
વધુ વાંચો : ઠંડીમાં વારંવાર નાક થઈ જાય છે બંધ? આ ઘરેલું નુસખાઓથી મળશે આરામ
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.