Discussion of IT or ED raid to IAS officer of Gujarat
BIG NEWS /
IAS અધિકારી રડારમાં: ગાંધીનગરમાં કે.રાજેશને ત્યાં CBI ટીમના દરોડા, ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો
Team VTV10:04 AM, 20 May 22
| Updated: 03:20 PM, 20 May 22
કેન્દ્રની ટોચની એજન્સીઓના ગુજરાતમાં ધામા IAS અને IPS અધિકારીઓની ખાનગી રીતે દરોડાની કાર્યવાહી
ગાંધીનગરમાં IAS કે.રાજેશને ત્યાં CBIના દરોડા
IAS કે.રાજેશને ત્યાં CBI ટીમની તપાસ
કે.રાજેશ સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી
ગુજરાતમાં ખૂબ જ ગુપ્ત રીતે કેન્દ્રની ટોપની એજન્સીઓ IAS અને IPSઅધિકારીને ત્યાં દરોડા પાડી રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ગાંધીનગરમાં 2011 બેચના IAS કે.રાજેશને ત્યાં CBIની રેડ પડી છે. જૂના કેસ સંબંધે મોડી રાતથી આ કાર્યવાહી થઈ હોવાની અટકળો છે.
કોણ છે IAS કે.રાજેશ?
હાલ આ દરોડાની વાતો વેગ પકડતા અધિકારી બેડામાં ફફડાટ મચ્યો છે. IAS ઓફિસરને ત્યાં કેન્દ્રની એજન્સીએ પાડેલી રેડમાં મોટા પાયે રોકડ રકમ ઝડપાઇ હોવાની ચર્ચા પણ થઈ રહી છે. હાલ કે.રાજેશ સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઇ હતી. ગૃહ વિભાગમાં બદલીના ગણતરીના દિવસોમાં જ તેમને સાઈડ પોસ્ટ કરાયા હતા. સુરેન્દ્રનગરમાં સરકારી પ્લોટ ફાળવણીના વિવાદમાં કે.રાજેશનું નામ ચર્ચાયુ હતું.
CBI is conducting raids at the Ahmedabad residence of IAS officer K Rajesh, in an alleged corruption case: Sources
ગાંધીનગર,સુરત, સુરેન્દ્રનગરના નિવાસસ્થાને રેડ
CBI એ IAS કે.રાજેશ સામે દિલ્હીમાં ફરિયાદ નોંધી છે. ગાંધીનગર નિવાસસ્થાને મોડી રાતથી CBIની કાર્યવાહી ચાલુ છે. IAS સામે બંદૂકના લાયસન્સ લેવાની મંજૂરી માટે લાંચ માંગી હોવાનો આક્ષેપ છે સાથે જ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો અધિકારી સામે આરોપ થઈ રહ્યા છે. આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં સરકારી પ્લોટ ફાળવણી અંગેના વિવાદમાં કે.રાજેશ રહી ચૂક્યા છે હાલમાં ગાંધીનગર,સુરત, સુરેન્દ્રનગર સહિતના નિવાસસ્થાને CBIની કાર્યવાહી થઈ રહી છે.
મોટા અધિકારીઑમાં ફફડાટ
સમગ્ર કાર્યવાહી મુદ્દે અધિકારી બેડામાં ગણગણાટ થઈ રહ્યો છે. રાજ્યના ભ્રષ્ટ IAS અને IPS અધિકારીઓ સામે સીબીઆઈએ લાલ આંખ કરી છે. કરોડોની મિલકતો ધરાવનાર અધિકારીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સર્વે પણ થઈ રહ્યો છે જેને આધારે આગળ પણ દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે તેવા અણસાર છે.