બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર, ભારતમાં નહીં રમાય આ લીગ, જય શાહનું મોટું નિવેદન
Last Updated: 10:52 PM, 15 August 2024
વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ ભારતમાં રમાય છે, જે ઈન્ડિયન પ્રીમિયર લીગ છે. વિશ્વભરના ક્રિકેટરો આ લીગમાં રમવાનું સપનું જુએ છે. આ સૌથી ધનિક ક્રિકેટ લીગ પણ છે. આવી સ્થિતિમાં તાજેતરમાં સમાચાર સામે આવ્યા હતા કે BCCI નિવૃત્ત ખેલાડીઓ માટે લીગ શરૂ કરવા જઈ રહી છે. જેમાં ઘણા જૂના દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેતા જોવા મળશે. હાલમાં જ આવી ઘણી લીગ જોવા મળી છે, પરંતુ BCCI આવી લીગનું આયોજન કરશે કે નહીં તેના પર BCCI સેક્રેટરી જય શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે.
ADVERTISEMENT
તાજેતરમાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિશ્વભરમાં વિવિધ T20 લીગમાં રમી ચૂકેલા કેટલાક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો જય શાહને મળ્યા હતા અને બોર્ડને દેશમાં નિવૃત્ત ક્રિકેટરો માટે IPL જેવી ટુર્નામેન્ટનું આયોજન કરવા વિનંતી કરી હતી. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે આવી T20 લીગ યોજવાની કોઈપણ અફવાને ફગાવી દીધી છે. ત્યારે આ બાબતે પત્રકારો સાથે વાત કરતા જય શાહે કહ્યું આ ફેક ન્યૂઝ છે. આ અંગે કોઈ દરખાસ્ત પર ચર્ચા થઈ નથી. આ વિશે મને કોઈએ કહ્યું નથી. જો આવી કોઈ દરખાસ્ત આવે છે, તો મને ખબર નથી કે હું તેના વિશે શું કરીશ.
ADVERTISEMENT
ભૂતપૂર્વ ક્રિકેટરો માટે ઘણી લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે
તાજેતરમાં નિવૃત્ત થયેલા ખેલાડીઓ ઘણી ક્રિકેટ લીગમાં રમતા જોવા મળ્યા છે. જોકે, આ તમામ ક્રિકેટ લીગનું આયોજન કોઈ ક્રિકેટ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું નથી. જેમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ, લિજેન્ડ્સ લીગ ક્રિકેટ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ સામેલ છે. ઈરફાન પઠાણ, સુરેશ રૈના, યુસુફ પઠાણ, ક્રિસ ગેલ, હરભજન સિંહ, યુવરાજ સિંહ જેવા ખેલાડીઓએ આ લીગમાં ભાગ લીધો છે. તાજેતરમાં જ ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ રમાઈ હતી, જેમાં વિવિધ દેશોની ટીમો રમવા માટે આવી હતી, જ્યાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સને હરાવીને ગેમ જીતી હતી.
વધુ વાંચો : મોટા સમાચાર ! આવતીકાલથી ડોક્ટરોની દેશવ્યાપી હડતાળનું એલાન, હવે આરપારની લડાઈ
અગાઉ, ભારતમાં લિજેન્ડ્સ ક્રિકેટ લીગ રમાઈ હતી, જેમાં આઈપીએલની જેમ વિવિધ ટીમોએ ભાગ લીધો હતો અને ભારતના ઘણા શહેરોમાં મેચો રમાઈ હતી. આ ક્રિકેટ લીગ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય હતી અને મેચ દરમિયાન મેદાનમાં ઘણી લડાઈ પણ જોવા મળી હતી. પરંતુ બીસીસીઆઈ હાલમાં આવી કોઈ ક્રિકેટ લીગનું આયોજન કરવાના મૂડમાં નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.