રિસર્ચ /
કોરોનાના નવા રહસ્યએ મચાવ્યો ખળભળાટ, દુનિયાભરના વૈજ્ઞાનિકોએ થઈ ગયા દોડતા
Team VTV09:25 AM, 05 Feb 22
| Updated: 09:40 AM, 05 Feb 22
કોરોના વાયરસ મહામારીની શરૂઆતથી જ વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓ આ વાયરસની જડ સુધી પહોંચવા માટેની તમામ કોશિશો કરી રહ્યા છે. આ દરમિયાન ગંદા પાણીની તપાસમાંથી તેમને ચોંકાવનારા પરિણામો મળી આવ્યા છે.
કોરોના વાયરસ મહામારીની શરૂઆતથી જ વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓ આ વાયરસની જડ સુધી પહોંચવા માટેની તમામ કોશિશો કરી રહ્યા છે. આ દરમિયાન ગંદા પાણીની તપાસમાંથી તેમને ચોંકાવનારા પરિણામો મળી આવ્યા છે. આ તપાસમા નવા વેરિએન્ટના રહસ્યને જન્મ આપ્યો છે અને હવે દુનિયાભરના વજ્ઞાનિકો તેની સાથે જોડાયેલી રિસર્ચમાં લાગી ગયા છે. તેના દ્વારા આ સમજવાની કોશિશ થઈ રહી છે કે, કોવિડ 19 વાયરસ કેવી રીતે વ્યવહાર કરે છે અને તે ઉત્પરિવર્તિત કેવી રીતે થાય છે.
મૂળ તો જોઈએ તો, નેચર કમ્યુનિકેશંસમાં પ્રકાશિત રિપોર્ટમાં આ વાત પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. અહીં એક વર્ગને લાગે છે કે, વાયરરસ, એવા લોકમાંથી આવે છે જેને સંક્રમણને સીક્વેંસ દ્વારા પકડવામાં આવ્યો નથી. જ્યારે અન્ય એક વર્ગનું માનવું છે કે, આ વાયરસથી સંક્રમિત જાનવરોથી આવી શકે છે. બીજા વર્ગને લાગે છે કે, આ વાયરસ ન્યૂયોર્ક શહેરના ઉંદરોના કારણે ફેલાયો હોય હકીકતમાં વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓએ આ વાયરસ સંબંધિત અલગ અલગ જાણકારીઓના જડ સુધી પહોંચવા માટે સીવેજ અને ગંદા પાણીના નમૂના કર્યા હતા, જેથી તેને સારી રીતે સમજી શકાય.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વૈજ્ઞાનિકોને એ વાતનું પાક્કી ખબર છે કે, વાયરસનું આવું ઉત્પરિવર્તિત ક્યાંથી આવી રહ્યું છે. તો વળી આ વેરિએન્ટની ક્ષમતાનું આકલન પણ કરવાનું હતું. ગંદા પાણીમાં વૈજ્ઞાનિકોને આવા ઉત્પરિવર્તિ પણ દેખાયા જે પહેલા ક્યારેય પણ જોવા મળ્યા નહોતા. તેને લઈને હજૂ સ્પષ્ટ મત નથી બની શક્યો. તો વળી આ મનુષ્યોમાં હોવાની શોધ પણ બાકી છે.
ન્યૂયોર્કમાં આ અધ્યયનના શોધકર્તાઓમાં મુખ્ય રીતે ક્વિંસબોરો કમ્યુનિટી કોલેજમાં સુક્ષ્મ જીવવિજ્ઞાની મોનિકા ટ્રુજિલો કોલેજમાં વાયરોલોજિસ્ટ જોન ડેનેહી, મિસૌરી વિશ્વવિદ્યાલયમાં એક વાયરોલોજિસ્ટ માર્ક જોનસન, ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીના એક માઈક્રોબાયોલોજિસ્ટ ડેવિડા સ્મિથ સહિત અન્ય લોકો શામેલ હતા. જો કે, આ ટીમ એ સમગ્રપણે સમજી શકી નથી કે, આખરે તેમણે શું સીક્વેંસ કર્યું છે.