બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ગંદો કાંસકો મહેનત વગર જ મિનીટોમાં સાફ થશે, તમે પણ ટ્રાઈ કરો આ સરળ ક્લિનિંગ હેક્સ
Last Updated: 02:04 PM, 17 July 2024
માથાના વાળ સેટ કરવા માટે દરેકના ઘરમાં કાંસકાનો ઉપયોગ થાય છે. કાંસકા વર્ષો વર્ષ સુધી ચાલે છે. પરંતુ તેનો દરરોજ ઉપયોગ થતો હોવાના કારણે તે ગંદો થઇ જાય છે. તેના દાંતા વચ્ચે ગંદકી જમાં થઇ જવાના કારણે આપણા વાળને પણ નુકશાન થાય છે. તેને ઘસવાથી કાંસકો સાફ નથી થતો. જેથી આજે તેને સાફ કરવાની સરળ રીત સમજીશું.
ADVERTISEMENT
વધુ વાંચો : 10મુ પાસ યુવાનો માટે ઉત્તમ તક, પોસ્ટ ઓફિસમાં મળશે નોકરી, આ રીતે કરો અરજી
ADVERTISEMENT
ટૂથબ્રશનો ઉપયોગ દાંત સાફ કરવા માટે થાય છે. પરંતુ જૂના બ્રશથી તમે કાંસકાની ગંદકી પણ સાફ કરી શકો છો. એના માટે તમારે બ્રશને થોડું પલાળીને તેની પર થોડુ ડિટરજન્ટ લગાવવું. ત્યાર બાદ તેને તેની બંને સાઈડને ઘસવી. બ્રશની મદદથી કાંસકાના દાંતા વચ્ચેની ગંદકી સાફ થઈ જશે.
કાંસકાના દાંતા વચ્ચે ધૂળ અને તેલની ગંદકી જમાં થઈ જાય છે. તેને દૂર કરવી કઠિન બની જાય છે. ગંદકીને દૂર કરવા ટૂથપિકનો ઉપયોગ કરી શકાય છે. દાંતા વચ્ચેના હિસ્સાને સાફ કરવા ટૂથપિકનો અણીદાર હિસ્સો કામમાં આવે છે. અણીદાર હિસ્સાથી ગંદકી હટી જાય ત્યાર બાદ કાંસકાને ડિટરજન્ટથી સાફ કરી દેવો.
જો કાંસકો ઘણા દિવસથી ગંદો પડ્યો હોય તો તેને સાફ કરવા માટે શેમ્પૂ પણ કામમાં આવી શકે છે. એક મગમાં પાણી ભરીને એક પાઉચ શેમ્પૂ મિક્સ કરી દો. મિક્સ કરેલા શેમ્પૂના પાણીમાં કાંસકાને પલાળીને રાખો. થોડા સમય બાદ તેને ઘસીને સાફ કરી દો. તેમ કરવાથી કાંસકો સાફ થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.