બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ડાયરેક્ટરે 215 છોકરીઓને કરી રિજેક્ટ, PAK અભિનેત્રીને રડતી જોઈને આપી 'સનમ તેરી કસમ', જાણો અજાણી વાત
Last Updated: 09:50 PM, 11 February 2025
'સનમ તેરી કસમ' ભારતીય સિનેમાની એક એવી ફિલ્મ છે જે રિલીઝ તો 2016માં થઇ હતી પરંતુ આજના સમયે આ ફિલ્મ ફરીથી રિલીઝ થઇ અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. 9 વર્ષ પછી આ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જંગી કમાણી કરી રહી છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે પાકિસ્તાની અભિનેત્રી માવરાએ ફિલ્મ 'સનમ તેરી કસમ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તે સમયે, ફિલ્મ ફ્લોપ જવાને કારણે, માવરાને ભારતમાં પણ બહુ ઓળખ મળી ન હતી. પરંતુ હવે ફિલ્મ ફરીથી રિલીઝ થયા પછી, ફિલ્મની સાથે માવરાની સુંદરતાના પણ વખાણ થઈ રહ્યા છે. માવરા ફિલ્મની મુખ્ય ભૂમીકામાં હતી. તેણે પોતાની ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી. પણ શું તમે જાણો છો કે આ ફિલ્મ માટે લગભગ 215 છોકરીઓએ ઓડિશન આપ્યું હતું. પરંતુ બધાને પાછળ છોડીને, માવરાને મુખ્ય અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી.
ADVERTISEMENT
ખરેખર, માવરાએ એક જૂના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને એક ખાસ કારણોસર આ ફિલ્મ માટે પસંદ કરવામાં આવી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે- મને કહેવામાં આવ્યું હતું કે આ ભૂમિકા માટે લગભગ 215 છોકરીઓએ ઓડિશન આપ્યું હતું, પરંતુ રડતી વખતે કોઈ સુંદર દેખાતી નહોતી. ફિલ્મમાં ઘણા ભાવનાત્મક દ્રશ્યો હતા. તેથી કાસ્ટિંગ દરમિયાન આ એક મહત્વપૂર્ણ પરિબળ હતું. પણ અંતે મને આ ભૂમિકા મળી કારણ કે મેં ભાવનાત્મક ક્ષણોને ખૂબ જ સુંદર રીતે મેનેજ કરી.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ વેલેન્ટાઈન વીકમાં 7 ફેબ્રુઆરી 2025 ના રોજ 9 વર્ષ પછી ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને આ વખતે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે. હર્ષવર્ધન રાણે અને માવરાની સિઝલિંગ કેમેસ્ટ્રી ચાહકોના હૃદયને સ્પર્શી રહી છે.
કમાણીની દ્રષ્ટિએ, આ ફિલ્મે ખુશી કપૂર અને જુનૈદ ખાનની 'લવયાપા' અને હિમેશ રેશમિયાની 'બેડઅસ રવિકુમાર'ને પાછળ છોડી દીધી છે. ફરીથી રિલીઝ થયા પછીના પહેલા દિવસે, એટલે કે શુક્રવારે, ફિલ્મે લગભગ 4.50 કરોડ રૂપિયાની કમાણી કરી. શનિવારે ફિલ્મની કમાણીમાં વધારો થયો અને બીજા દિવસનું કલેક્શન 5.25 કરોડ રૂપિયાથી વધુ રહ્યું. રવિવારે, તેનું કલેક્શન ફરી વધ્યું અને 6 કરોડ રૂપિયાથી વધુ પર પહોંચી ગયું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.