બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કચરાપેટીને ભૂલથી પણ આ દિશામાં ન રાખતા, નહીં તો દરિદ્રતા પીછો નહીં છોડે

વાસ્તુ શાસ્ત્ર / કચરાપેટીને ભૂલથી પણ આ દિશામાં ન રાખતા, નહીં તો દરિદ્રતા પીછો નહીં છોડે

Last Updated: 10:47 AM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dustbin Place In The House: ઘરમાં દરેક વસ્તુને યોગ્ય લોકેશન અને દિશામાં રાખવી ખૂબ જ જરૂરી હોય છે. ઘરનું ડસ્ટબિન પર યોગ્ય દિશામાં હોવું ખૂબ જ જરૂરી છે. ખોટી જગ્યા પર તેને મુકવાથી પૈસા સાથે જોડાયેલી મુશ્કેલીઓ આવી શકે છે.

ઘરને સુંદર બનાવી રાખવા માટે કયો સામાન કઈ દિશામાં રાખવો જોઈએ તેની સમજ હોવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ ડેકોરેટનો સામાન હોય કે પછી રોજ ઉપયોગમાં લેવાતી જરૂરી વસ્તુઓ. યોગ્ય દિશા અને જગ્યા પર ન રાખવાથી તેનો લુક તો ખરાબ થાય જ છે સાથે જ ઘરમાં મુશ્કેલીઓ પણ આવી શકે છે. ઘરમાં કચરાપેટીને પણ નિશ્ચિત દિશામાં રાખવી જોઈએ. નહીં તો આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

kachara-peti

ઉત્તર પૂર્વ દિશા

માન્યતા છે કે ઉત્તર પૂર્વ દિશામાં પોઝિટિવ એનર્જી સૌથી વધારે હોય છે. આ દિશામાં ડસ્ટબિન રાખવાથી નેગેટિવ એનર્જી એટલી વધી જાય છે કે ઘરના લોકોમાં કારણ વગર નિરાશા ફેલાય છે. તેમની પર્સનાલિટીનો વિકાસ રોકાઈ જાય છે. નોકરી અને કરિયરના ઓપ્શનમાં પણ કમી આવી શકે છે. આટલું જ નહીં આ લોકેશન પર કચરાપેટી રાખવાથી ઘર પણ સારૂ નથી દેખાતું.

દક્ષિણ-પૂર્વ દિશા

કહેવાય છે કે ડસ્ટબિનને ઘરની દક્ષિણ-પૂર્વ દિશાની તરફ રાખવામાં આવે તો ક્યારેય પણ સેવિંગ્સ નથી થઈ શકતી. આટલું જ નહીં ઘરમાં રાખવામાં આવેલી બધી જમાપૂંજી અને ધર પણ ધીરે ધીરે ખતમ થવા લાગે છે. ઘરના સદસ્યો પર દેવું વધી શકે છે અને ઘરના મુખ્ય સદસ્ય કંગાળ થઈ જાય તેવી સંભાવના વધી જાય છે. ત્યાં જ ઘરને ડેકોરેટ કરવાના હિસાબથી આ લોકેશન ડસ્ટબિન માટે પરફેક્ટ નથી.

vastu-shastra

પૂર્વ દિશા

માન્યતા છે કે પૂર્વ દિશાનું પ્રતિનિધિ ભગવાન સૂર્ય કરે છે. માટે આ દિશામાં કચરાપેટી ન રાખવી જોઈએ. તેના કારણે ઘરના લોકોમાં સ્ટ્રેસ વધવા લાગે છે. પરિવારના સદસ્ય એકલા રહેવાનું પણ પસંદ કરે છે અને પછી દરેક કામમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. તેના ઉપરાંત આ જગ્યા પર કચરાપેટી રાખવાથી ઘરની શોભા પણ બગડે છે.

વધુ વાંચો: IT રિટર્ન ભરવા માટે શું તમારી પાસે પણ નથી ફોર્મ નંબર 16? તો આ રીતે કરો ડાઉનલોડ

આ દિશામાં રાખો કચરાપેટી

અમુક લોકો ડસ્ટબિન ઘરની બહાર રાખે છે પરંતુ એવું બિલકુલ ન કરવું જોઈએ. સૌથી પહેલા તો જ્યારે કોઈ તમારા ઘરે આવશે તો તેની નજર કચરાપેટી પર પડશે. તેના ઉપરાંત માન્યતાના હિસાબથી પણ ડસ્ટબિન ઘરની અંદર જ રાખવું જોઈએ. તેના માટે ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા અને ઉત્તર-પશ્ચિમ દિશાને યોગ્ય માનવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dustbin Vastu Tips વાસ્તુ શાસ્ત્ર
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ