બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / direct tax collections now a crawl, shrink govt s space to cut gst

આર્થિક મંદી / ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 17.3 ટકાની તુલનામાં માત્ર 5 ટકાનો વધારો

Mehul

Last Updated: 03:07 PM, 19 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં આર્થિક મંદીની અસર હવે સરકારની આવક પર પણ જોવા મળી રહી છે. વર્ષ 2019-20ના પહેલા સાડા પાંચ મહીનામાં નેટ ડાયરેક્ટ કલેક્શનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન માત્ર 4.4 લાખ કરોડ રહ્યો. આ વધારો માત્ર 5 ટકા જ રહ્યો.

  • આર્થિક મંદીની અસર હવે સરકારની આવક પર પણ જોવા મળી
  • સરકાર માટે GDPના 3.3 ટકા રાજકોષિય ખાધનું લક્ષ્ય પડકાર સમાન
  • એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન માત્ર 4.4 લાખ કરોડ

સરકારનું બજેટ અનુમાનમાં 13.35 લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય

સરકારે બજેટ અનુમાનમાં 13.35 લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. એવામાં અનુમાનની રકમને હાંસલ કરવા માટે બાકી રહેલા સમયમાં સરકારે વર્તમાન રકમ કરતા બેગણી રકમ આવક રૂપે મેળવવી પડશે. 

સરકારના રાજકોષિય ગણિતમાં ગરબડ ઉભી થઇ

સપ્ટેમ્બરનો મહીનો સરકાર માટે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના હિસાબથી ઘણો મહત્વપૂર્ણ બની રહેશે. એક અધિકારીએ નામ ન બતાવવાની શરતે કહ્યું કે મંદીને કારણે એડવાન્સ ટેક્સ કલેક્શનમાં વૃદ્ધિ સિંગલ ડિજીટ 6 ટકા રહી છે. જ્યારે ગત વર્ષે આ વૃદ્ધિ 18 ટકા રહી હતી. તેથી સ્પષ્ટ છે કે મંદીની અસર ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂપે દેખાઇ રહી છે. જે સરકારના અનુમાનથી ઘણો નીચો છે. તેથી સરકારના રાજકોષિય ગણિતમાં ગરબડ ઉભી થઇ છે. એવામાં સરકાર માટે GDPના 3.3 ટકા રાજકોષિય ખાધનું લક્ષ્ય હાંસલ કરવું એક પડકાર સમાન બની રહેશે. 

સરકારે એક લાખ કરોડ રૂપિયાનું રિફન્ડ કર્યું

આ સમય દરમિયાન સરકારે એક લાખ કરોડ રૂપિયાનું રિફન્ડ કર્યું છે, જે માત્ર 4 ટકા વધારે છે. વર્તમાન નાણાકીય વર્ષના પહેલા પાંચ મહીનામાં ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં માત્ર 5.5 ટકાનો વધારો થયો છે. જીએસટી કાઉન્સિલની મીટિંગ પહેલા ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની આ તસવીર બાદ સરકાર માટે કાઉન્સિલની બેઠકમાં ઇન્ડસ્ટ્રીના દબાણની વચ્ચે જીએસટીના દરોમાં ઘટાડો કરવો લગભગ અસંભવ બની રહેશે. સરકાર ગત નાણાકીય વર્ષમાં પણ 63000 કરોડ રૂપિયાનો ડાયરેક્ટ ટેક્સનું લક્ષ્ય હાંસલ કરી શકી નહોતી.  

સંકળાયેલા મુદ્દાઓ

Business News Business Update GST Income Tax indian economy ગુજરાતી ન્યૂઝ Economic crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ