બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Direct tax collection in the country created history the government coffers overflowed with the income

વાહ કરદાતાઓ / ખોબલેને ખોબલે આપ્યા... દેશમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શને ઈતિહાસ રચ્યો, આટલા લાખ કરોડની આવકથી સરકારી તજોરી છલકાઈ

Mahadev Dave

Last Updated: 05:08 PM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના કરદાતાઓએ આ વર્ષે સરકારની જોલીમાં ખોબલેને ખોબલે ટેક્સ પેટે રૂપિયા નાખતા ડાયરેક્ટ ટેક્સ કલેક્શનએ ઇતિહાસ રચી દીધો છે અને સરકારને કોર્પોરેટ અને પર્સનલ એમ બન્ને રીતે આવતી વેરાની વસુલાતના આંકડાઓમાં ઉછાળો આવ્યો છે.

  • ટેક્સ કલેક્શનમાં નામે નવો રેકોર્ડ, 
  • કરોડો રૂપિયાની આવકથી સરકારી તિજોરી છલકાઈ

તમામ ક્ષેત્રમાં પ્રગતિ કરતા ભારતમાં હવે ટેક્ષ કલેક્શનમાં પણ નવો રેકોર્ડ સર્જાયો છે. ટેક્સના નામે થયેલ આવકને પગલે આંકડા પ્રમાણે વાત કરીએ તો 15 લાખ કરોડથી સરકારી તિજોરી નાણાથી છલકાઈ છે. ભારતના કારદાતાઓએ સરકારની તિજોરીમાં એટલા રૂપિયા નાખ્યા છે કે ટેક્સ કલેક્શનમાં નવો રેકોર્ડ બની ગયો છે. મહત્વની વાત એ છે કે જ્યારથી મોદી સરકાર કેન્દ્રમાં આવી છે ત્યારથી આજદિન સુધી લોકો ટેક્સ ભરતા થાય અને સરકારની તિજોરીમાં આવકમાં વધારો કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા અને હોવે આ પ્રયાસોના ફળ હવે દેખાતા હોય તેવું આંકડાઓ પરથી લાગી રહ્યું છે.


15.67 લાખ કરોડ રૂપિયા ડાયરેકટ ટેક્સ કલેકશન થયું

ચાલુ નાણાકીય વર્ષ 2022-2023 ની ટેક્સ કલેક્શનની જો વાત કરીએ તો 10 ફેબ્રુઆરી 2023 સુધીમાં સૌથી વધુ ટેક્સ ભરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ઇનકામટેક્સ અને કોર્પોરેટ ટેક્સની જો વેટ કરીએ તો સરકારના કુલ બજેટના 91.39 ટકા ડાયરેકટ ટેક્સ કલેક્ટ થયો છે. ટેક્સના આંકડાની વાત કરીએ તો 15.67 લાખ કરોડ રૂપિયા ડાયરેકટ ટેક્સ કલેકશન થયું છે. જો આ આંકડામાં ઇનકામટેક્સમાં આપવામાં આવેલા રિફંડને બાદ કરીએ તો કલેક્સનનો આંકડો 12.98 લાખ કરોડ રૂપિયાનો છે.

બે રીતે વસુલવામાં આવે છે ટેક્સ

દેશમાં બે પ્રકારએ ટેક્સ કરદાતા પાસે વસુલવામાં આવે છે જેમાં એક પ્રકારે કોર્પોરેટ ટેક્સના સ્વરૂપમાં વસુલવામાં આવે છે જયારે બીજા પ્રકારની વાત કરીએ તો વ્યક્તિગત આવકવેરાના પ્રમાણે ટેક્સ વસુલવામાં આવે છે. જાહેર થયેલા આંકડાની વાત કરીએ તો આ વર્ષે કોર્પોરેટ ટેક્સના પ્રમાણમાં વધોરો થયો છે. ટકાવારી પ્રમાણેજોવા જઈએ તો કોર્પોરેટ ટેક્સમાં 19.33 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે વ્યક્તિગત ટેક્સ એટલે કે સામાન્ય નાગરિક દ્વારા ચુકવવામાં આવતા આવકમાં 29.63 ટકાનો વધારો જોવા મળ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Government income tax collection ઈતિહાસ ટેક્સ કલેક્શન સરકારી તજોરી છલકાઈ tax collections
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ