યૂટિલિટી / આજે જ ઘરે બેઠા કરી લો 1 કામ, આ સરકારી યોજનામાં સસ્તામાં મળશે ગેસ સિલિન્ડર

Direct Benefit Transfer Scheme May Help You To Buy LPG Gas Cylinder At Low Prices

છેલ્લા 2 મહિનાથી દેશમાં રસોઈ ગેસનો સિલિન્ડર મોંઘો થયો છે જેનાથી સામાન્ય માણસને ઝટકો લાગ્યો છે. મોંઘવારીના સમયમાં પણ એક સરકારી યોજનાને આધારે તમે સસ્તામાં ગેસ સિલિન્ડર ખરીદી શકો છો. આ યોજનાની ખાસ વાત એ છે કે જો તમે તેનો લાભ લો છો તો રૂપિયા સીધા તમારા બેંક ખાતામાં આવે છે. અહીં વાત થઈ રહી છે પ્રત્યક્ષ લાભ અંતરણ (Direct Benefit Transfer) યોજનાની. આ યોજનાના આધારે તમે દરેક સિલિન્ડર પર સબ્સિડીની રકમ સીધી ગ્રાહકના બેંક ખાતામાં મેળવી શકો છો. જો તમે પણ આ સુવિધાનો લાભ લેવા ઈચ્છો છો તો તમારે તમારા આધારકાર્ડને LPG કનેક્શન સાથે જોડવું જરૂરી છે. તમે ઘરે બેઠા સરળ સ્ટેપ્સની મદદથી આ કામ કરીને તેનો લાભ મેળવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ