દિવાળીના દિવસે આ મંદિરમાં ભક્તોને પ્રસાદરૂપે આપવામાં આવે છે ઘરેણાં તથા રોકડ

By : juhiparikh 02:40 PM, 07 November 2018 | Updated : 02:40 PM, 07 November 2018
સામાન્ય રીતે ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે જાય છે અને પ્રસાદ લઇને પરત ફરતા હોય છે પરંતુ ક્યારેય તમે સાંભળ્યુ છે કે, પ્રસાદ તરીકે સોના-ચાંદીના ઘરેણાં અને નોટો મળે? જી હા, સાંભળીને ચોક્કસથી આશ્ચર્ય થશે પરંતુ આ સત્ય છે. મધ્યપ્રદેશના રતલનામ શહેરના માણકમાં માં મહાલક્ષ્મીનું પ્રાચીન મંદિર છે, જ્યાં પ્રસાદમાં ભક્તોને ઘરેણાં આપવામાં આવે છે. જાણો આ મંદિર વિશે..

આમ તો દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે, પરંતુ દિવાળીના દિવસ પર અહીંયા ધનતેરસથી પાંચ દિવસ સુધી દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન અહીંયા મંદિરોને ઘરેણાં અને રૂપિયાથી સજાવવામાં આવે છે.

પાંચ દિવસના ઉત્સવનાં અહીંયા કુબરેનું દરબાર પણ લગાવવામાં આવે છે. વર્ષભરમાં ભક્તો કરોડો રૂપિયાની ઘરેણાં અને રોકડ ચઢાવે છે. આ ઘરેણાં અને રોકડથી માતાના મંદિરને સજાવવામાં આવે છે અને આજ ઘરેણાં ભક્તોને પ્રસાદના સ્વરૂપે આપવામાં આવે છે.

દિવાળીના દિવસે આ મંદિરમાંના દ્વાર 24 કલાક માટે ખુલ્લા રહે છે. ધનતેરસ પર મહિલા શ્રદ્ઘાળુઓને કુબેરની પોટલી આપવામાં આવે છે અને અહીંયા આવતો કોઇપણ ભક્ત ખાલી હાથે પરત નથી ફરતો. 

માન્યતા અનુસાર, મહાલક્ષ્મીના આ મંદિરમાં નોટ રાખવાથી વર્ષભર ઘરમાં ધનની કમી આવતી નથી અને રસોઇમાં પણ સતત વધારો થાય છે. અહીંયાથી મળતા પ્રસાદને લોકો શુભ માનીને પોતાની પાસે રાખે છે અને ક્યારેય ખર્ચ કરતા નથી. 

મંદિરમાં ઘરેણા અને રોકડા ચઢાવવાની પરંપરા છે. અહીંયા ભક્તોની ભેટને રજિસ્ટરમાં લખવામાં આવે છે. પછી દિવાળી બાદ રેકોર્ડના આધાર પર ભક્તોને ઘરેણાં અને રોકડને પ્રસાદ રૂપે પરત કરવામાં આવે છે. ભક્તજનો માને છે કે, આમ કરવાથી લક્ષ્મીજીની કૃપા પણ સતત તેમના પર બની રહે છે. Recent Story

Popular Story